Home > સ્પોર્ટ્સ > ટેસ્ટ સીરિઝ પૂર્વે ભારતને મોટો ઝટકો, ઇજાના કારણે લોકેશ રાહુલ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
ટેસ્ટ સીરિઝ પૂર્વે ભારતને મોટો ઝટકો, ઇજાના કારણે લોકેશ રાહુલ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે.
BY Connect Gujarat Desk23 Nov 2021 11:21 AM GMT

X
Connect Gujarat Desk23 Nov 2021 11:21 AM GMT
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે. ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટ પહેલા જોરદાર ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલને ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. બીસીસીઆઈના સૂત્રોએ આ માહિતી આપી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ પ્રથમ ટેસ્ટમાં રમી રહ્યા નથી. આવી સ્થિતિમાં ભારત માટે આ એક મોટો ફટકો છે. જોકે તેને જે પ્રકારની ઈજા થઈ છે તે જાણી શકાયું નથી.
Next Story