Connect Gujarat
સ્પોર્ટ્સ

હવે ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં રોહિતનું "રાજ" ,ટેસ્ટ ટીમનો પણ કેપ્ટન બનાવાયો

ભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે. હવે ત્રણેય ફોર્મેટની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.

હવે ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં રોહિતનું રાજ ,ટેસ્ટ ટીમનો પણ કેપ્ટન બનાવાયો
X

ભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે. હવે ત્રણેય ફોર્મેટની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને આની જાહેરાત કરી હતી. આની સાથે જ શ્રીલંકા સામે રમાનારી 3 મેચની T20 અને ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રિષભ પંતને T20I સિરીઝથી આરામ આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં પૂજારા અને રહાણેની પસંદગી કરવામાં આવી નથી.વિરાટને ODI ટીમની કેપ્ટનશિપથી હટાવ્યા પછી BCCIએ વન-ડે ટીમની કમાન પણ હિટમેનને સોંપી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલાં ફિટનેસનાં કારણસર તે પ્રવાસ પર જઈ શક્યો નહોતો અને તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન તરીકે પસંદ કરાયો હતો, જ્યાં ભારતનો 0-3થી વ્હાઈટવોશ થઈ ગયો હતો.

ભારતની T20 ટીમ

રોહિત શર્મા(કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજૂ સેમસન, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, આવેશ ખાન

ભારતની ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કે.એસ.ભરત, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર

Next Story