Connect Gujarat
સ્પોર્ટ્સ

હોકી ટીમની હાર બાદ વડાપ્રધાને કેપ્ટન મનપ્રીત સિંહ સાથે કરી વાત

હોકી ટીમની હાર બાદ વડાપ્રધાને કેપ્ટન મનપ્રીત સિંહ સાથે કરી વાત
X

બેલ્જિયમે પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય પુરુષ હોકી ટીમને 2-5થી હરાવી દેશની સુવર્ણ આશાઓ તોડી નાખી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ આ મેચ જોઈ રહ્યા હતા અને તેઓ આ હારથી થોડા નિરાશ પણ હતા, પરંતુ તેમણે બ્રોન્ઝ મેડલ મેચ માટે ટીમનો ઉત્સાહ વધારવામાં જરા પણ સમય ન લીધો. ભારતે 1980થી હોકીમાં ઓલિમ્પિક મેડલ જીત્યો નથી. ભારત સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ સમગ્ર દેશને સોનાની અપેક્ષા હતી. પરંતુ કઠિન મેચમાં તેને બેલ્જિયમ તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે મેડલની આશા હજુ અકબંધ છે. બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમ 5 ઓગસ્ટે મેદાનમાં ઉતરશે. સેમીફાઇનલમાં હાર બાદ પીએમ મોદીએ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે વાત કરી તેમને પ્રોત્સાહિત કર્યા અને બ્રોન્ઝ મેડલ મેચ માટે શુભકામનાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ ટીમના પ્રયાસોની પણ પ્રશંસા કરી.

આપણે મેચ વિશે વાત કરીએ, તો બેલ્જિયમે શાનદાર શરૂઆત કરી હતી. બીજી મિનિટમાં લોક લુઇપર્ટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને બેલ્જિયમને 1-0ની લીડ અપાવી હતી. આ પછી ભારતીય ટીમે વાપસી કરી હતી. હમરમનપ્રીત સિંહે 7મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોરને 1-1થી બરાબરી પર લાવી દીધો હતો. મનદીપ સિંહે 8મી મિનિટે ગોલ કરી ભારતને 2-1થી આગળ કરી દીધું હતું.

બેલ્જિયમે બીજા ક્વાર્ટરમાં ફરી એકવાર વાપસી કરી. એલેક્ઝાન્ડર હેન્ડ્રીક્સે 19મી મિનિટે એક ખૂણા પર ગોલ કરીને સ્કોર 2-2 કરી દીધો. ત્રીજા ક્વાર્ટર સુધી મેચ બરાબરી પર રહી, પરંતુ ચોથા ક્વાર્ટરમાં મેચ ભારતના હાથમાંથી સરકી ગઈ. બેલ્જિયમે ચોથા ક્વાર્ટરમાં ત્રણ ગોલ કર્યા અને ભારતીય આશાઓ તોડી નાખી.

Next Story