Connect Gujarat
સ્પોર્ટ્સ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર ગુસ્સે થયો શોએબ અખ્તર; કહ્યું – ક્રિકેટ જોવાનું બંધ કરી દો

પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર ગુસ્સે થયો શોએબ અખ્તર; કહ્યું – ક્રિકેટ જોવાનું બંધ કરી દો
X

ઇંગ્લેન્ડની કામચલાઉ ટીમ સામે પાકિસ્તાનને ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં 9 વિકેટની કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. શોએબ અખ્તરે તો એમ પણ કહ્યું હતું કે લોકોએ હવે પાકિસ્તાનમાં ક્રિકેટ જોવાનું બંધ કરવું જોઈએ.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં પાકિસ્તાને બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમ 35.2 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઇંગ્લેન્ડે ફક્ત 21.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

શોએબ અખ્તરે કહ્યું કે, "પાકિસ્તાનની ટીમમાં હવે પહેલા જેવો ટેલેન્ટ ખિલાડીઓમાં જોવા નથી મળતો. બાબર અને ફખર નથી ચાલતા તો ટિમ 150 રન પણ બનાવી શકતી નથી. સારું થાશે કે પાકિસ્તાનમાં લોકો હવે ક્રિકેટ જોવાનું જ બંધ કરી દે."

શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમની આવી સ્થિતિને પીસીબીની ખરાબ નીતિ પર દોષી ઠેરવ્યો છે. પૂર્વ ઝડપી બોલરે કહ્યું કે, "પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ખોટી નીતિને કારણે ટીમની હાલત આવી ગઈ છે. હવે પાકિસ્તાની ટીમમાં કોઈ એવો ખેલાડી નથી કે જેને લોકો પૈસા ખર્ચ કરીને જોવાની ઇચ્છા રાખે."

પાકિસ્તાનની ભૂતપૂર્વ ખેલાડી રમીઝ રાજા પણ ટીમની હારથી ખૂબ નારાજ છે. રમીઝ રાજાએ કહ્યું કે, "પાકિસ્તાનની ટીમ હવે વિશ્વની કોઈપણ નાની ટીમને મોટું બનાવીને રજૂ કરી શકે છે. ઇંગ્લેન્ડની બી ટીમ સામે પાકિસ્તાનની આ સ્થિતિ છે. પાકિસ્તાન ખૂબ ખરાબ ક્રિકેટ રમી રહ્યું છે. બેટ્સમેનને શૉટ કેવી રીતે લગાવવા તે પણ ખબર નથી."

Next Story