Connect Gujarat
સ્પોર્ટ્સ

આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ બન્યો કેપ્ટન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેએલ રાહુલને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે

આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ બન્યો કેપ્ટન
X

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેએલ રાહુલને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ

  • રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર , હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

T20 ટીમમાં ઘણા મોટા નામોની વાપસી થઈ છે. જેમાં હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ જેવા નામ સામેલ છે. આ સિવાય IPL 2022માં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ તક મળી છે, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં બોલાવવામાં આવ્યા છે.

1લી T20 - 9મી જૂન, દિલ્હી

  • 2જી T20 - 12 જૂન, કટક
  • 3જી T20 - 14 જૂન, વિશાખાપટ્ટનમ
  • 4થી T20 - 17મી જૂન, રાજકોટ
  • 5મી T20 - 19 જૂન, બેંગલુરુ

આ સાથે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. ગયા વર્ષે આયોજિત શ્રેણીની એક મેચ બાકી હતી, જે 1 જુલાઈથી રમાવાની છે. ભારતે ઈંગ્લેન્ડ સામે ટી20 અને વનડે શ્રેણી પણ રમવાની છે જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પછી કરવામાં આવશે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાઃ

  • રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, કેએસ ભરત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ
Next Story