Connect Gujarat
સ્પોર્ટ્સ

IPLમાં 5 વખતના ચેમ્પિયનને સતત 7મી હાર મળી,શું હવે મુંબઈની ટીમ બહાર થઈ ગઈ?

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને જે ડર હતો આખરે તે જ થયું.

IPLમાં 5 વખતના ચેમ્પિયનને સતત 7મી હાર મળી,શું હવે મુંબઈની ટીમ બહાર થઈ ગઈ?
X

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને જે ડર હતો આખરે તે જ થયું. ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં રોહિત શર્માની ટીમનો આ સતત સાતમો પરાજય હતો. આ હાર પછી શું હવે ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પૂરું થશે કે કેમ, આ સવાલ દરેકના મનમાં છે.સૌથી વધુ પાંચ વખત IPL જીતનાર મુંબઈના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. તે ટૂર્નામેન્ટની કોઈપણ સિઝનમાં પ્રથમ સાત મેચ એટલે કે અડધી સિઝનની મેચ હારનારી ટીમ બની ગઈ.

ગુરુવારે ચેન્નઈ સામે બેટિંગ કરતા ટીમે ટોસ હાર્યા બાદ 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર ફિનિશિંગના બદલામાં ચેન્નઈએ 3 વિકેટે જીત મેળવી હતી. ચેન્નઈની સાત મેચોમાં આ બીજી જીત રહી હતી. આ વખતે ભલે ટુર્નામેન્ટમાં 8ને બદલે 10 ટીમો રમી રહી હોય પરંતુ દરેક સિઝનની જેમ આ વખતે પણ એક ટીમના હિસ્સામાં માત્ર 14 મેચો જ રહેશે.IPLમાં કોઈપણ જે ટીમ એક સિઝનમાં 8 મેચ જીતે છે તેના 16 પોઈન્ટ હોય છે અને પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. આ હિસાબે હવે જો મુંબઈ પાસે તેની 7 મેચ બાકી છે જો તે જીતી જાય તો પણ તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. -0.892 નેટ રન રેટ સાથે, ટીમ હાલમાં તળિયે 10મા સ્થાન પર છે, તેથી તે આ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ જ ગઈ છે.

Next Story