Connect Gujarat
સ્પોર્ટ્સ

જૂન મહિનો ક્રિકેટપ્રેમીઓ માટે થશે મહત્વનો સાબિત, 35 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે...

જૂન મહિનાનો પ્રારંભ ઇંગ્લેન્ડ અને પ્રવાસી ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સાથે થશે.

જૂન મહિનો ક્રિકેટપ્રેમીઓ માટે થશે મહત્વનો સાબિત, 35 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે...
X

આજથી શરૂ થતાં જૂન મહિનામાં કુલ ૧૬ વન-ડે, ૧૩ ટ્વેન્ટી-૨૦ અને ૬ ટેસ્ટ એમ કુલ ૩૫ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. જેમાં ભારતીય ટીમની જ કુલ ૭ ટ્વેન્ટી-૨૦ મેચનો સમાવેશ થાય છે. જૂન મહિનાનો પ્રારંભ ઇંગ્લેન્ડ અને પ્રવાસી ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સાથે થશે. ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડમાં કુલ ૩ ટેસ્ટ મેચ રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાલ ઓસ્ટ્રેલિયા મોખરે, દક્ષિણ આફ્રિકા બીજા, ભારત ત્રીજા, શ્રીલંકા ચોથા પાકિસ્તાન પાંચમાં, જ્યારે ન્યૂઝીલેન્ડ છઠ્ઠા અને ઇંગ્લેન્ડ નવમા સ્થાને છે.

આમ, ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ એમ બંને ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધી પ્રવેશ ખૂબ જ મુશ્કેલ થઇ ગયો છે. જૂન મહિનામાં બાંગ્લાદેશની ટીમ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે બે ટેસ્ટ રમશે. આ ઉપરાંત ૨૯ જૂનથી શ્રીલંકા-પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ શ્રેણી પણ પ્રારંભ થશે. જૂન મહિનામાં કુલ ૧૬ વન-ડે મુકાબલા ખેલાશે. જેમાં મુખ્યત્વે પાકિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા-ઓસ્ટ્રેલિયા રસપ્રદ શ્રેણીમાં સમાવેશ થાય છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પાકિસ્તાન પ્રવાસમાં ૩ વન-ડેમાં રમવાની છે.

આ ઉપરાંત ઝિમ્બાબ્વે-અફઘાનિસ્તાન, નેધરલેન્ડ્સ-ઇંગ્લેન્ડની ટીમ પણ વન-ડે શ્રેણીમાં ટકરાશે. એક જ મહિનામાં ૧૬ વન-ડે રમાઇ હોય તેવું ઘણા સમય બાદ બનશે. કુલ ૧૩ ટ્વેન્ટી-૨૦ જૂન મહિનામાં રમાશે. જેમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચ અને આયર્લેન્ડપ્રવાસમાં બે ટ્વેન્ટી૨૦નો સમાવેશ થાય છે. ૯ જૂનથી ભારત-દક્ષિણ આફ્રિકાની ટ્વેન્ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ થશે. આ શ્રેણીની ચોથી ટ્વેન્ટી૨૦ ૧૭ જૂને રાજકોટમાં યોજાવવાની છે.

Next Story