Connect Gujarat
સ્પોર્ટ્સ

ગુજરાતના આ ઓલરાઉન્ડર ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ,જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અક્ષર પટેલે સગાઈ કરી લીધી છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવીને તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી.

ગુજરાતના આ ઓલરાઉન્ડર ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ,જુઓ તસવીરો
X

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અક્ષર પટેલે સગાઈ કરી લીધી છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવીને તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી. અક્ષરે તેના ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી હતી. અક્ષરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર મેહા સાથેનો એક ફોટો શેર કર્યો છે.20 જાન્યુઆરી 1994ના રોજ ગુજરાતના આણંદમાં જન્મેલા અક્ષર પટેલે પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ બનાવ્યો હતો. તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી. અક્ષરે તેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ખાસ અવસર પર અક્ષર અને મેહાના પરિવારના લોકો સાથે કેટલાક નજીકના લોકો પણ હાજર હતા.રિષભ પંતે અક્ષરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર મજાકમાં કોમેન્ટ કરી હતી કે 'અભિનંદન મારા થેપલાઓ'. સાથે રાહુલ ચાહરે પણ કોમેન્ટ કરીને અભિનંદન આપ્યા હતા.

Next Story