ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેણે તેની છેલ્લી સદી નવેમ્બર 2019માં ફટકારી હતી. ત્યારથી તેના ફોર્મમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત મહિને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કોહલી ત્રણેય ફોર્મેટમાં અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. આ પછી તેને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો અને હવે કોહલી ફુલ ફોર્મમાં છે.
This Shot after ages 🥶🚀@imVkohli
.
.
.
.#AsiaCup2022#ViratKohli𓃵 #ViratKohli pic.twitter.com/IDjxP1ZiCZ— Gaurav Agarwal (@GauravA1802) August 25, 2022
એશિયા કપ માટે દુબઈ પહોંચ્યા બાદ કોહલીએ સ્પિન બોલરો સામે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કોહલી નેટમાં લાંબી સિક્સર મારી રહ્યો છે અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે રવિન્દ્ર જાડેજાના બોલ પર લાંબી સિક્સર ફટકારતો જોઈ શકાય છે. આ વીડિયો જોઈને વિરાટના ફેન્સ એવું કરી રહ્યા છે કે હવે કિંગ કોહલી લયમાં પાછો ફર્યો છે અને તેના બેટને પાકિસ્તાન સામે તોફાની ઈનિંગ રમવા માટે તૈયાર છે.