#ViratKohliDance : સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે વિરાટ કોહલીએ કર્યો નટુ-નટુ ગીત પર ડાન્સ, જુઓ વાયરલ વીડિયો
ટીમ ઈન્ડિયાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચ વિકેટે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.


ટીમ ઈન્ડિયાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચ વિકેટે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં બેટથી કંઈ કમાલ કરી શક્યો ન હતો, પરંતુ પોતાના ડાન્સને કારણે તે મેચ દરમિયાન ચર્ચામાં રહ્યો હતો.
આ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન તેણે નટુ-નટુ ગીત પર ડાન્સ કર્યો હતો. ચાહકોને કોહલીનો ડાન્સ ખૂબ પસંદ આવ્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઓસ્કારમાં RRRની સફળતા બાદ નાટુ નાટુ ગીતની લોકપ્રિયતા આસમાને પહોંચી છે. ક્રિકેટ સ્પર્ધામાં સામેલ હોવા છતાં, કોહલીએ સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે તેના મગજમાં નટુ-નટુ ગીત વાગી રહ્યું હતું. આ જ કારણ છે કે કોહલીએ મેદાનમાં જ આ ગીતના હૂક સ્ટેપ કરવાનું શરૂ કર્યું.#ViratKohliDance : સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે વિરાટ કોહલીએ કર્યો નટુ-નટુ ગીત પર ડાન્સ, જુઓ વાયરલ વીડિયો