વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિનર ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયા બની નંબર 1, જાણો કઇ ટીમને કેટલા રેન્ક

ICC દ્વારા ભારત-ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ નવા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયા નંબર 1 બની છે.

New Update

ICC દ્વારા ભારત-ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ નવા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયા નંબર 1 બની છે.ખાસ વાત એ છે કે, ટીમ ઇન્ડિયાની આ ઉપલબ્ધિ હાલના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિનર ન્યૂઝીલેન્ડને હરાવીને મેળવી છે અને તેને જ નંબર 1 પરથી પાછળ ધકેલી દીધું છે. હવે ICC રેન્કિંગમાં ભારતના કુલ 124 પોઇન્ટ થઇ ગયા છે, જ્યારે ન્યૂઝીલેન્ડના 121 પોઈન્ટ છે.ટીમ ઇન્ડિયાની અંદાજિત 6 મહિના બાદ નંબર 1 પોઝિશન પર વાપસી થઇ છે. જૂનમાં જ્યારે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ગુમાવી હતી, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ નંબર 1 પર ચાલ્યું ગયું હતું. પરંતુ હવે ટીમ ઇન્ડિયાએ ફરીથી તે હાંસલ કરી લીધું છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતી ટેસ્ટ ટીમ ઘણી મજબૂત થઇ છે. ટીમ ઇન્ડિયા 2016થી 2020 સુધી સતત 1 નંબર પર રહી ચૂકી છે. ત્યારબાદ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે થોડો સમય તે પૉઝિશન મેળવી હતી.બાદમાં ભારતે ફરીથી આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી, પરંતુ ટેસ્ટ ચેમ્પિયનશિપ ગુમાવીને ટીમ ઇન્ડિયા નંબર-2 પર પહોંચી હતી. હવે કેપ્ટન વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડની જોડીની સામે પડકાર હશે કે તેઓ આ પૉઝિશનને યથાવત્ રાખે અને સાઉથ આફ્રિકામાં પણ જીત મેળવી લે. ભારતે મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવીને મેચ અને સિરીઝ બંને જીતી લીધી છે. રનના હિસાબે આ ભારતની સૌથી મોટી જીત છે.

Read the Next Article

BCCIએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ODI અને 5 T20 મેચોની શ્રેણીનું સમયપત્રક કર્યું જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી સફેદ બોલ શ્રેણીનું સમયપત્રક જાહેર કરી દીધું છે. ન્યુઝીલેન્ડની ટીમ જાન્યુઆરી 2026માં ભારતનો પ્રવાસ ખેડશે,

New Update
nz Ind

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી સફેદ બોલ શ્રેણીનું સમયપત્રક જાહેર કરી દીધું છે. ન્યુઝીલેન્ડની ટીમ જાન્યુઆરી 2026માં ભારતનો પ્રવાસ ખેડશે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 5 T20 મેચો રમાશે. આ પ્રવાસ 11 જાન્યુઆરી, 2026થી શરૂ થઈને 31 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે.

આ શ્રેણી ભારતીય ટીમ માટે ખાસ કરીને T20 ફોર્મેટમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે. ન્યુઝીલેન્ડ સામેની આ T20 શ્રેણી ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. વર્ષ 2026માં ભારતીય ટીમ માટે આ પ્રથમ શ્રેણી હશે. જોકે, આ પહેલા ટીમ ઈન્ડિયાનું 2025નું વર્ષ અત્યંત વ્યસ્ત રહેવાનું છે. જૂનથી ડિસેમ્બર 2025 દરમિયાન, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમવાની છે. આ સમયગાળા દરમિયાન, ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતમાં રમવા આવશે.

ભારત-ન્યુઝીલેન્ડ શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક (જાન્યુઆરી 2026):

ODI શ્રેણી:

  • પ્રથમ ODI: 11 જાન્યુઆરી 2026 – બરોડા
  • બીજી ODI: 14 જાન્યુઆરી 2026 – રાજકોટ
  • ત્રીજી ODI: 18 જાન્યુઆરી 2026 – ઇન્દોર

T20 શ્રેણી:

  • પ્રથમ T20: 21 જાન્યુઆરી 2026 – નાગપુર
  • બીજી T20: 23 જાન્યુઆરી 2026 – રાયપુર
  • ત્રીજી T20: 25 જાન્યુઆરી 2026 – ગુવાહાટી
  • ચોથી T20: 28 જાન્યુઆરી 2026 – વિઝાગ
  • પાંચમી T20: 31 જાન્યુઆરી 2026 – ત્રિવેન્દ્રમ

ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આગામી પડકારો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ચક્ર સમાપ્ત થઈ ગયું છે, જેમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન બન્યું છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના નવા ચક્રમાં, ભારત માટે પહેલો પડકાર ઇંગ્લેન્ડ સામેનો રહેશે. ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ 20 જૂન, 2025 થી શરૂ થશે. ત્યારબાદ, ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ODI અને T20 શ્રેણીનો પડકાર પણ પાર કરવો પડશે.