૩૧ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ

New Update
૩૧ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના એક વર્ષ પૂર્ણ થતાં આગામી ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનારો છે ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં ૪૦ થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે વનવિભાગ ના જ ૩૦ થી વધુ પ્રોજેક્ટો છે. જેમાં ૧૩ જેટલા પ્રોજેક્ટો પૂર્ણ છે અને ૧૮ જેટલા પ્રોજેક્ટોનું પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.જેનું નિરીક્ષણ કરવા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા કેવડિયા ની મુલાકાતે આવ્યા હતા. જેમાં વિવિધ સ્થળો ની મુલાકાત અને કામગીરી નું નિરીક્ષણ પણ કર્યું હતું.

સફારી પાર્ક પર ખાસ વન મંત્રીએ જણાવ્યું હતું કે ભારત માંથી વિવિધ રાજ્યો માંથી ખાસ પ્રાણીઓ લાવવા માં આવશે. જૂનાગઢ ના સક્કર બગમાંથી વાઘ, સિંહ સહિત ના જંગલી પ્રાણીઓ લાવવા માં આવશે. ભારત જ નહીં વિદેશોમાં થી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે. આમ ૧૮૦૦ થી વધુ પશુ પક્ષીઓ અને જળચર,સરીસૃપો લાવવા માં આવશેની વાત કરી હતી.

  • સ્ટેચ્યુની આજુબાજુમાં કેવા પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે

સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટ ના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિત ના પ્રોજેક્ટો બનશે

  • કયાકયા પ્રાણીઓ લાવશે

સિંહ, વાઘ,ચિત્તો,દીપડો, ઉરાન ઉતાનગ, રિછ, શાહમૃગ, ઓટરિચ, વિવિધ પક્ષીઓ વિદેશી કંગરુ, રિછ, ચિમ્પઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર ,ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ અહિયાં સફારી પાર્ક માં લવાશે

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories