Connect Gujarat
Featured

ગાંધીનગર : ધોરણ 9 અને 11ના વર્ગોને શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, 1 ફેબ્રુઆરીથી વર્ગો કરાશે શરૂ

ગાંધીનગર : ધોરણ 9 અને 11ના વર્ગોને શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, 1 ફેબ્રુઆરીથી વર્ગો કરાશે શરૂ
X

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 અને 11 વર્ગો શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓની સમહતી જરુરી છે.

આ સાથે 1 ફેબ્રુઆરીથી ટયુશન કલાસીસ પણ શરુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે 8 જાન્યુઆરીએ શિક્ષણવિભાગે જાહેર કરેલી SOPનું પાલન ફરજિયાત કરવું પડશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ ટયુશન કલાસીસ શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોલેજના FY, SYના વર્ગો શરુ કરવાને લઇને આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે રાજ્યમાં હોસ્ટેલ શરુ કરવાને લઇને પણ આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

Next Story