રાજકોટ : રાત્રિ કરફયુ હોવા છતાં ટહેલવા નીકળેલાં 72 વાહનચાલકો ઝડપાયાં

New Update
રાજકોટ : રાત્રિ કરફયુ હોવા છતાં ટહેલવા નીકળેલાં 72 વાહનચાલકો ઝડપાયાં

રાજયમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજકોટમાં નાઇટ કરફયુ અમલમાં મુકાયો છે ત્યારે કરફયુમાં ટહેલવા નીકળેલાં 72 વાહનચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

શનિવારથી રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યું ની શરુઆત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાંં લાગુ કરવામાં આવેલ રાત્રી કરફયુની પ્રથમ રાત્રિ દરમિયાન પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કરફયુનો ભંગ કરનારા 74 લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ 72 જેટલા વાહન ડીટેઇન કર્યા છે. હવે તમને બતાવી રહયાં છે નાઇટ કરફયુ દરમિયાન કેવો હતો રાજકોટનો માહોલ…

Read the Next Article

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી

New Update
yellq

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી આપી છે.

સામાન્ય રીતે રેતાળ જમીન અને ગરમી માટે જાણીતા રાજસ્થાનમાં આ વર્ષે ચોમાસામાં અસાધારણ ગતિવિધિ જોવા મળી રહી છે. 1 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં 175% વધુ વરસાદ નોંધાયો છે, જે 66.3 મીમીની સામે 155.8 મીમી છે.

હવામાન વિભાગે 10 જુલાઈ  સુધી પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં પૂર અને પાણી ભરાવાની શક્યતા છે. બારન, ભીલવાડા, ધોલપુર, જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં વરસાદનું સ્તર સામાન્ય કરતાં અનેક ગણું વધુ રહ્યું છે. બારનમાં 448.8 મીમી, ભીલવાડામાં 361.6 મીમી અને ધોળપુરમાં 293.8 મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ રાજસ્થાન જિલ્લાઓ જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારે વરસાદથી નદીઓ, બંધો અને રસ્તાઓ પર અસર પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધ્યું છે, ખાસ કરીને ધોળપુરમાં.પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર જિલ્લામાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જોકે અહીં વરસાદની તીવ્રતા પૂર્વ રાજસ્થાન કરતા ઓછી છે, પરંતુ જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં પહેલાથી જ ભારે વરસાદ પડી ચૂક્યો છે.