સુરત : AAPના કાર્યકરોએ પાકિસ્તાનનો કર્યો વિરોધ, દેખાવો કરનારા 30ની અટકાયત

0

પાકિસ્તાને જુનાગઢ અને માણાવદરને પોતાનો ભાગ ગણાવતો નકશો બહાર પાડયાં બાદ ગુજરાતમાં ઠેર ઠેર પાકિસ્તાનનો વિરોધ થઇ રહયો છે. સુરતમાં પાકિસ્તાનના પુતળાનું દહન કરવા નીકળેલાં આમ આદમી પાર્ટીના 30 કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

નેપાળ બાદ પાકિસ્તાને તેનો નવો નકશો જાહેર કર્યો હતો જેમાં સૌરાષ્ટ્રમાં આવેલાં જુનાગઢ અને માણાવદરને પોતાના દેશનો ભાગ ગણાવ્યો છે. પાકિસ્તાને કરેલી અવળચંડાઇનો ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઇ રહયો છે. સુરતમાં ગુરૂવારના રોજ આમ આદમી પાર્ટીએ પાકિસ્તાનના પુતળા દહનનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના પુતળાનું દહન કરવા જઇ રહેલાં 30 જેટલા કાર્યકરોની પોલીસે રસ્તામાં જ અટકાયત કરી લીધી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાકિસ્તાન વિરૂધ્ધ ભારે નારેબાજી કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here