Connect Gujarat
Featured

સુરત : પાંડેસરામાં 10 વર્ષીય બાળકીની હત્યા બાદ જનઆક્રોશ ફાટી નીકળ્યો

સુરત : પાંડેસરામાં 10 વર્ષીય બાળકીની હત્યા બાદ જનઆક્રોશ ફાટી નીકળ્યો
X

દેશમાં બેટી બચાવો, બેટી પઢાઓના નારા લગાવવામાં આવી રહયાં છે પણ ગુજરાતમાં બાળકીઓ સલામત નહિ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષીય બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક બાળકીની અંતિમ યાત્રામાં જોડાયેલા હજારો લોકોએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે.

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગર માંથી ગત રોજ બપોરના સમયે 10 વર્ષીય માસુમ બાળકી ગુમ થઈ હતી પરિવારના લોકો બાળકીને શોધખોળમાં જોડાયા હતા બાળકી મળી ન આવતા આખરે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસ કાફલો તેના ઘરે દોડી આવ્યો હતો.. પોલીસે જરૂરી વિગતો મેળવી પોલીસ કંટ્રોલરૂમ મારફતે તમામ પોલીસ મથકમાં મેસેજ કરી આપ્યો હતો દરમિયાન રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પ્રેમનગરની પાસે આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ માં અવાવરુ જગ્યા પરથી ગુમ થયેેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસની તપાસમાં સીસીટીવી ફૂટેજ દેખાઈ છે કે આરોપી યુવક વડાપાવ ખાવાનું આપી બાળકીને લઈ જાય છે આરોપીઓ બાળકીના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હતી ઘટનાને અંજામ આપનાર બે આરોપીની ધરપકડ કરી છે બાળકીના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં બાળકીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે.

મંગળવારના રોજ પોલીસ બંદોબસ્ત સાથે બાળકીની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં.

Next Story