સુરતીઓનું 12 કરોડ જેટલાનું ફુલેકુ ફેરવનાર આસ્થા કંપનીનો ડીરેકટર ઝડપાયો

સુરત સહિત દેશભરમાં આસ્થા ઇન્ટરનેશનલ નામની કંપની ખોલી કંપનીમાં રોકાણના નામે કરોડોનું ફુલેકું ફેરવવામાં આવ્યું હતું. મૂળ ઓરિસ્સાની કંપનીએ લોકોને અવનવી પોન્ઝી સ્કીમની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવ્યું હતું. સુરત શહેર સહિત દેશના અલગ અલગ શહેરોના લોકોએ કંપની સ્કીમની લાલચમાં આવી પોતાના મહેનતની મૂડીનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કર્યા બાદ રોકાણકારોને કંપનીને વળતર ચૂકવવાનો સમય આવ્યો ત્યારે કંપનીના ડિરેક્ટરો મુખ્ય શાખા સહિત સાથોસાથ અલગ અલગ શહેરોમાં આવેલી શાખાઓને પણ તાળા મારી ફરાર થઈ ગયા હતા
કંપનીના ડિરેક્ટરો કરોડોનું કૌભાંડ આચરી ફરાર થઈ જતા સુરત શહેર સહિત દેશભરના અલગ અલગ શહેરોમાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ પોતાના મહેનતની મૂડી ગુમાવી દેતા વર્ષ ૨૦૧૩માં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ચીટીંગની ફરિયાદ નોંધાવી હતી. ૧૧થી ૧૨ કરોડનું કૌભાંડ આચરનાર ગુનામાં અગાઉ ૪ ડિરેક્ટરો પકડાયા બાદ ગત સપ્તાહે વરાછા ખાતેથી અલ્પેશ સાવલિયા નામના ડિરેક્ટરની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે વર્ષોથી પોલીસ પકડથી ભાગતો ફરતો વધુ એક ડિરેરેક્ટર આશિષ નાગવંશીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રનાપુણેથી ધરપકડ કરી છે.