સુરત: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સહ પરિવાર કર્યું મતદાન, જુઓ શું કહ્યું
BY Connect Gujarat21 Feb 2021 8:19 AM GMT

X
Connect Gujarat21 Feb 2021 8:19 AM GMT
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે સહ પરિવાર મતદાન કરી તમામ 6 મહાનગર પાલિકામાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરમાં સવારથી જ મતદાન કરવા આવતા મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે રાજકીય પાર્ટીના પ્રમુખ, ઉપ પ્રમુખ, ધારાસભ્યો પરિવાર સાથે મતદાન કરી રહ્યા છે. જે અંતર્ગત સવારે 10 વાગે વોર્ડ નંબર 20માં શાળા ક્રમાંક 45-46 મા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સહપરિવાર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષમાં ભાજપના શાસનમાં થયેલ વિકાસ સૌએ જોયો છે અને ભાજપની તમામ મહાનગર પાલિકામાં જીત થશે.
Next Story