Top
Connect Gujarat

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે ભાજપી કાર્યકરો વારાણસી જવા રવાના

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે ભાજપી કાર્યકરો વારાણસી જવા રવાના
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે સુરતના ઉધના રેલ્વે સ્ટેશનેથી ભાજપી કાર્યકરો વારાણસી જવા રવાના થયા હતાં.

ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પુર્ણ થઈ ગયું છે. ત્યારે સુરતને કર્મભુમિ બનાવનાર અને સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશના ભાજપના કાર્યકરો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત ક્ષેત્ર વારાણસી ખાતે જઈ વડાપ્રધાન માટે પ્રચાર કરવા સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી રવાના થયા હતાં. તે સમયે તેઓના મોઢે અનેરી ખુશી જોવા મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રચાર અને તે પણ પોતાના જ વતનમાં કરવા જવાનું હોય ઉત્તર ભારતીય ભાજપી કાર્યકરોમાં ખુશી રીતસર તેઓના મોઢા પર દેખાતી હતી. સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ અને ઉધનાના ધારાસભ્ય વિવેક પટેલની આગેવાનીમાં ૩૦થી ૪૦ જણાની ટીમ આજે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ‘નમો અગેઈન’ ટી શર્ટ પહેરી રવાના થઈ છે.

Next Story
Share it