Connect Gujarat
ગુજરાત

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારોએ ઘરેથી જ પંખા લાવવાની નોબત

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારોએ ઘરેથી જ પંખા લાવવાની નોબત
X

આજે છે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ જ્યાં ગરમીમાં પંખા ન હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં C2 વોર્ડમાં દર્દીઓના બેડ ઉપર પંખા ન હોવાના કારણે ભારે દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે. જ્યારે બીજી બાજુ સરકાર જનતાના આરોગ્યને લઈને માત્ર મોટી મોટી જાહેરાતો યોજનાઓ બહાર પડતી હોય છે.

જ્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે ગરમી માં પંખાની હવા મળવી મુસ્લિમ બની રહ્યું છે. જ્યારે બીજી બાજુ દિનપ્રતિદિન ગરમી નુ તાપમાન વધી રહ્યું છે. એક બાજુ સરકારી સિવિલ હોસ્પિટલમાં પંખા ના હોવાના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં C2 વોર્ડમાં પંખા ન હોવાથી દર્દીઓને ભારે તકલીફ થઇ રહી છે દર્દીના સગા પોતાના ઘરનો પંખો સિવિલ હોસ્પિટલ લાવી ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પ્રશ્નએ ઉભો થાય છે. દક્ષિણ ગુજરાતનું સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલ દર્દીઓને પંખાની હવા ન આપી શકતી હોય સારી ટ્રીટમેન્ટ કેવી રીતે આપી શકે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કણાની સુરત થી જ છે. ત્યારે તેમના જ શહેરની હોસ્પિટલની આવી દશા છે.

Next Story