Connect Gujarat
Featured

સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે
X

સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ અત્યાધુનિક સાધન-સરંજામ પુરા પાડવાની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 13000 કિલો લિટરની અત્યાધુનિક ઓક્સિજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન ટેન્ક થકી દર્દીઓને વધુ પુરતા પ્રમાણ ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે. નર્સિંગ કોલેજ સામે આ ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેન્ક દ્વારા ઓક્સિજન નો ફલો સતત ઉપલબ્ધ રહેશે. જોકે ટેન્કમાં રહેલો ઓક્સિજન રિઝર્વ લેવલ પર પહોંચે, ત્યારે ટેન્કની ડિઝીટલ સિસ્ટમ મારફતે કંપનીને આપોઆપ મેસેજ મળી જાય છે. જેનાથી કંપની દ્વારા રિફિલિંગની પ્રક્રિયા ત્વરીત હાથ ધરી શકાય. આગામી 2 દિવસમાં ઓક્સિજન ટેન્ક સિવિલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે.

Next Story