Connect Gujarat
Featured

સુરત : કોરોના વોરિયર્સ માટે શિક્ષકોએ તૈયાર કર્યો અનોખો ગ્રંથ, મહાગ્રંથને હિન્દ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

સુરત : કોરોના વોરિયર્સ માટે શિક્ષકોએ તૈયાર કર્યો અનોખો ગ્રંથ, મહાગ્રંથને હિન્દ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
X

સુરત શહેરના શિક્ષકોએ કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સનું ચિત્ર બનાવી હસ્ત લેખિત મહા ગ્રંથની રચના કરી છે, ત્યારે હસ્ત લેખિત મહાગ્રંથથી પ્રભાવિત થઈ રાજ્યના મુખ્યમંત્રીએ પણ ખૂબ સરાહના કરી છે.

સુરતના 3 શિક્ષકો કોરોના મહામારી વચ્ચે બેકાર બન્યા હતા. પરંતુ કહેવાય છે કે, શિક્ષક કોઈ પણ સર્જન કરી શકે છે, ત્યારે ત્રણેય શિક્ષકોએ સાથે મળી કોરોના વોરિયર્સ માટે કઈક કરવા ઈચ્છા દર્શાવી હતી. તો બીજા શિક્ષકોએ પડ્યો બોલ ઝીલી લીધો હતો. અને ત્યારબાદ રચના થઈ હસ્તલેખિત મહાગ્રંથની. આ ગ્રંથ શિક્ષકો દ્વારા લેખન કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં કોરોના વોરિયર્સ જેમ કે, ડોકટર, નર્સ, પોલીસ, આરોગ્યકર્મી, સફાઈ કર્મચારી, ડ્રાઈવર અને પત્રકાર સહિતના અન્ય લોકો વિશે ખૂબ ઊંડાણપૂર્વક રચના કરવામાં આવી છે. સાથે જ આ ગ્રંથની વિશેષતા એ છે કે, આ ગ્રંથમાં જે લખાણ કરવામાં આવ્યું છે તે જ પાના પર હસ્ત ચિત્ર કલાગીરી પણ કરવામાં આવી છે. જેથી ચિત્ર જોઈ લોકોને રચના વિશે વાંચ્યા પહેલા જ ખબર પડી જાય છે. આ ગ્રંથની તમામ રચના 5 શિક્ષકો દ્વારા કરાઈ છે આ ગ્રંથને યાજ્ઞિક કણઝરીયા, તૃપ્તિ ઉપાધ્યાય, તૃપ્તિ વેકરિયા, જયેશ પરમાર અને અંજના પરમારે એકબીજાની મદદથી તૈયાર કર્યું છે, ત્યારે આ ગ્રંથ દુનિયાનું અનોખો લેખન ગ્રંથ સાબિત થયું છે.

આ ગ્રંથને અત્યાર સુધી 2 એવોર્ડ મળી ચુક્યા છે, જેમાં ગુજરાતની સૌપ્રથમ હસ્ત લેખિત ગ્રંથને હિન્દ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાયું છે. આ ગ્રંથની ખૂબ જ સરાહના થઈ રહી છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ગ્રંથની સરાહના કરી શુભેચ્છા પાઠવી હતી. કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાની કચેરી ખાતે ગ્રંથને લાવવામાં આવ્યો હતો. જેને સૌ હાજર લોકોએ જોઈ ખૂબ સરાહના કરી હતી.

Next Story