Connect Gujarat
ગુજરાત

સુરત : સીટી બસો બની વાહનચાલકો માટે યમદુત, બે દિવસમાં ચાર લોકોનો લીધો ભોગ

સુરત : સીટી બસો બની વાહનચાલકો માટે યમદુત, બે દિવસમાં ચાર લોકોનો લીધો ભોગ
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર નજીક સિટી બસના ચાલકે બાઇક ચાલકને

અડફેટમાં લેતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત બાદ ટોળાએ બસ પર

પથ્થરમારો કરી ડ્રાયવરને ધકકે ચઢાવ્યો હતો. શહેરમાં સીટી બસના કારણે થયેલા

અકસ્માતમાં બે દિવસમાં જ ચાર લોકોના મોત થઇ ચુકયાં છે.

સુરત શહેરમાં સીટી બસ યમરાજ સમાન સાબિત થઇ રહી છે. ગત રોજ શહેરના ડીંડોલી

વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને સીટી બસ ચાલકે અડફેટે લેતા તેઓનું ઘટના

સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં આજ રોજ

શહેરના પાંડેસરાના દક્ષેશ્વર મંદિર પાસે બાઈક ચાલકને સીટી બસ ચાલકે અડફેટે લીધી

હતો.શહેરના ભસ્તાન આવાસમાં રહેતો 18 વર્ષીય મોજમીલ અમજદ શેખ ગઇકાલના રોજ નોકરીએ લાગ્યો

હતો. આજે નોકરીના બીજા દિવસે નોકરીએ જતો હતો ત્યારે તેને કાળ ભરખી ગયો હતો.

અકસ્માત બાદ ટોળાએ બસ પર પથ્થરમારો કરી ડ્રાયવરને ધકકે ચઢાવ્યો હતો. પોલીસ કાફલાએ

દોડી આવી મામલો થાળે પાડયો હતો. સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસના ચાલકો

બેફામ રીતે બસો હંકારી અન્ય વાહનચાલકોને અડફેટમાં લઇ રહયાં છે.

Next Story