સુરત : “હીરા નગરી કે કૌભાંડી નગરી”, મનપામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન

New Update
સુરત : “હીરા નગરી કે કૌભાંડી નગરી”, મનપામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન

સુરત મનપામાં વિવિધ કૌભાંડના આરોપ સાથે કોંગ્રેસ તેમજ ભીમશક્તિ શિવશક્તિ માયનોરિટી સંસ્થા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા 40થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

સુરત મનપા દ્વારા ખીચડી કૌભાંડ, કૂતરા કૌભાંડ, મીઠીખાડીમાં માનવસર્જિત પુર સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસ અને ભીમશક્તિ શિવશક્તિ માયનોરિટી સંસ્થા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન સાથે ED,CBI તપાસની માંગ કરી હતી. જોકે, કાર્યકતાઓ રેલી કાઢે તે પહેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે પ્રદર્શન કરતાં અટકાવી 40થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Latest Stories