Connect Gujarat
ગુજરાત

દિવાળી ટાંણે સુરતના ચૌટા બજારમાં મંદિના માહોલથી વેપારીઓ ચિંતિત

દિવાળી ટાંણે સુરતના ચૌટા બજારમાં મંદિના માહોલથી વેપારીઓ ચિંતિત
X

દિવાળી નજીક આવી હોવા છતાં મંદિનાં માહોલ વચ્ચે ખરીદી નહીં ઉપડતાં માહોલ ઠંડો

સુરતના પ્રખ્યાત ચૌટા બજારમાં કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. દિવાળીનો તહેવાર ઘર આંગણે આવીને ઊભો છે છતાં હજી પણ ચૌટા બજારમાં ખરીદી માટે લોકો નહીં દેખાતાં વેપારીઓ ચિંતામાં જોવા મળ્યા હતા. લોકો આખરી તહેરાવમાં ખરીદી માટે ઉમટી પડતા હોય છે. જો કે આ વર્ષે પરિસ્થિતિ વિપરીત જોવા મળી હતી.

દિવાળીની ખરીદી એટલે ચૌટા બજાર એવી સુરતમાં આગવી માન્યતા છે. કારણ કે અહીં ખુબ જ ઓછા ભાવમાં સારી એવી ખરીદી થઇ શકે છે. જો કે હાલ ચૌટા બજારમાં દિવાળી જેવો માહોલ નથી. ઘણીખરી દુકાનોમાં વેપારીઓ નવરા બેઠેલા દેખાયા હતા. મંદીના માહોલમાં વેપારીઓ સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે કે, GST-નોટ બંદીના કારણે ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડમાં મંદીનો માહોલના કારણે લોકો પાસે પૈસા નથી. જેથી લોકો ખરીદી પણ કરી શકતા નથી.

ઉલ્લેખનીય છે કે, જ્યાં દિવાળીનાં એક માસ પહેલાં જ લોકો ખરીદીમાં જોતરાતા પગ મુકવાની પણ જગ્યા રહેતી નહોતી. ત્યાં હાલ દિવાળીને ગણતરીના દિવસો બાકી હોવા છતાં ખુલ્લા રસ્તા અને ખાલી કાઉન્ટર જોવા મળી રહ્યા છે. હાલ વેપારીઓમાં ચિંતા સાથે એવી મુંઝવણ પણ છે કે, જે માલનો સ્ટોક કરાવેલો છે તે પણ વેચાશે કે કેમ? અને તેમની દિવાળીમાં ઉજવણીના દિવા પ્રગટાવી શકશે કે નહીં ? ચૌટા બજારમાં ખુલ્લા રસ્તા અને ખાલી કાઉન્ટર દુકાનોમાં વેપારીઓ માખ મારતા દેખાયા ચૌટા બજારમાં દિવાળી જેવો માહોલ નથી એમ ચોક્કસ કહી શકાય છે.

Next Story