Connect Gujarat
ગુજરાત

સુરત14.93 લાખનું 298.77 કિલો ડ્રગ્સ સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા

સુરત14.93 લાખનું 298.77 કિલો ડ્રગ્સ સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા
X

છેલ્લા 20 દિવસમાં સુરતમાં એમડી ડ્રગ્સના બે કેસો પોલીસ ચોપડે નોંધાયા છે.આ વખતે યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર એક મહિલા સહિત બે પુરૂષોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે ત્રણ ને ઝડપી પાડ્યા છે. 14.93 લાખનું 298.77 ગ્રામ ડ્રગ્સ કબજે કરાયું છે.મોબાઈલ, ડ્રગ્સ અને રોકડ મળી કુલ 15.93 લાખની મત્તા કબજે કરાઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે. મુંબઇ સ્થિત નાઈજીરીયન ઈસમ પાસેથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરવામાં આવતું હતું.

સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં એક મહિલા સહિત બે પુરુષ આરોપી ઝડપાયા છે. જે સુરતમાં યુવાધનને બરબાદ કરવા માટે એમડી ડ્રગ્સ વેચાણ નુ કાવતરું રચી રહ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે વરિયાવ વિસ્તારમાંથી આ ત્રણેયની ધરપકડ કરી છે જેઓની પાસેથી 14.93 લાખનું 298.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતુ.. સુરતમાં રહેતા મોહમ્મદ બિલાલ ઉર્ફે બીડી અને નૂરજહાં ઉર્ફ નુરી મસ્તાનીએ મુંબઇ ખાતે રહેતા ઈબ્રાહિમ ઉર્ફે ટકલો પાસેથી આ ડ્રગ્સનુ કન્સાઇન્મેન્ટ મંગાવ્યું હતુ. સુરત માં આવી આ ડ્રગ્સનુ પેકેટ આ બંને ને આપવાનો જ હતો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ આ ડ્રગ્સ મામલે જે નૂર જહાં ઉર્ફ નુરી નામની મહિલાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પ્રકરણમાં નુરી ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી રહી હતી તેણેજ મુંબઈના ઇબ્રાહીમ ઉર્ફ ટકલો નો સંપર્ક સુરતના મોહમ્મદ બિલાલ સાથે કરાવ્યો હતો . અગાઉ આરોપી મહિલા અને અન્ય ઈસમો આવી જ રીતે ડ્રગ્સનો વેપલો કરી ચૂક્યા છે અને કોને આ ડ્રગ્સ વેચવામાં આવનાર હતુ તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. જોકે પ્રાથમિક પૂછપરછમાં મુંબઈના ઇબ્રાહિમે જણાવ્યું છે કે તેને આ ડ્રગ્સ મુંબઈ ખાતે કોઈ નાઇજીરીયન ઇસમ પાસેથી ખરીદ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એમડી ડ્રગ્સ નો આ બીજો મામલો સામે આવ્યો છે. અગાઉ પણ એસ.ઓ.જી.એ સાડા નવ લાખના ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે એસઓજી દ્વારા પણ એમડી ડ્રગ્સ પકડવામાં આવ્યુ હતુ. ડ્રગનું વધતુ નેટવર્ક વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયુ છે.

Next Story