સુરત : ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે રૂ. 201 કરોડના ખર્ચે થનારા વિવિધ પ્રકલ્પોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

New Update
સુરત : ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે રૂ. 201 કરોડના ખર્ચે થનારા વિવિધ પ્રકલ્પોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

સુરત શહેર મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના રૂપિયા 201.86 કરોડના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનું ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરત શહેરમાં થનારા રૂપિયા 201.86 કરોડના વિકાસ પ્રકલ્પોનું ગાંધીનગર ખાતેથી ઈ-માધ્યમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના લોકાર્પિત પ્રોજેક્ટમાં રૂપિયા 51.88 કરોડના ખર્ચે અઠવા ઝોનમાં અણુવ્રત દ્વારા જંકશનથી મનાબા પાર્ક સુધીના કેનાલ રોડ પર સંપૂર્ણ પહોળાઈમાં સી.સી. રોડ, ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રીટ ફર્નિચર, કેનાલ બ્યુટિફિકેશન, રૂપિયા 17.21 કરોડના ખર્ચે વેસુ-ભરથાણા ખાતે ડ્રેનેજ સિસ્ટમ સુવિધાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રૂપિયા 28.05 કરોડના ખર્ચે સહારા દરવાજાથી કુંભારીયા સુધીના બી.આર.ટી.એસ. કોરિડોરને કડોદરા સુધીનું વિસ્તૃતીકરણ, રાંદેર ઝોન વિસ્તારમાં રૂપિયા 1.16 કરોડના ખર્ચે વરીયાવ-તાડવાડી ખાતે યુ.સી.ડી. સેન્ટર ખાતે હેલ્થ સેન્ટર, રૂપિયા 12 લાખના ખર્ચે ગઝેબો તથા ગાર્ડન, રૂપિયા 14 લાખના ખર્ચે અડાજણ ખાતે નિર્મિત થયેલા શાંતિકુંજ તથા કિલ્લોલ કુંજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુડા દ્વારા કુંભારીયા પરવતગામ ખાતે રૂપિયા 97.32 કરોડના ખર્ચે નિર્મિત થયેલા PMAY-MMGY અંતર્ગત 1200 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના સ્મેક સેન્ટરમાં યોજાયેલ કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

Latest Stories