Connect Gujarat
ગુજરાત

સુરત : લોકડાઉનમાં સર્જાઈ રક્તની ભારે અછત, રક્તદાન કરવા રક્તદાતાઓને કરાઇ અપીલ

સુરત : લોકડાઉનમાં સર્જાઈ રક્તની ભારે અછત, રક્તદાન કરવા રક્તદાતાઓને કરાઇ અપીલ
X

કોરોના વાયરસની મહામારીના કારણે ભારતભરમાં લોકડાઉનની શરૂઆત થઇ છે, ત્યારથી જ સુરતમાં રક્તદાનની પ્રવૃતિ પર તેની ગંભીર અસરથી હાલ રક્તની ભારે અછત જોવા મળી રહી છે.

લોકડાઉન દરમ્યાન સુરતમાં 50 ટકા કરતા વધુ રક્તની રક્તદાન કેન્દ્રો પર અછત અછત જોવા મળી છે. કોરોના મહામારીમાં દર્દીને રક્ત મળી રહે તે માટે સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેરમાં રક્તદાન શિબિરના આયોજન શકય ન હોવાના કારણે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફયુઝન તરફથી તા. 26 માર્ચથી સ્વૈચ્છિક રક્તદાન સ્વીકારવાની મંજૂરી મળતા રક્તદાન કેન્દ્ર દ્વારા 47 સ્થળોએ મોબાઈલ વાન દ્વારા 1518 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં પહેલી વાર રક્તદાન કરવા મહિલાઓ આગળ આવી છે. રક્તદાતાઓની મદદથી 3402 યુનિટ રક્તનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા હાલમાં એ’ પોઝિટીવ અને એબી’ પોઝિટીવ રક્ત ગૃપોની તીવ્ર અછત જોવા મળી રહી છે, ત્યારે રક્તદાતાઓને રક્તદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવી રહી છે.

Next Story