Connect Gujarat
ગુજરાત

સુરત: પ્રેમિકાનો ભાઈ હત્યા નિપજાવી ફરાર થતાં મૃતક પરિવારમાં રોષ, પરિવાર પહોંચ્યો કમિશ્નર કચેરી

સુરત: પ્રેમિકાનો ભાઈ હત્યા નિપજાવી ફરાર થતાં મૃતક પરિવારમાં રોષ, પરિવાર પહોંચ્યો કમિશ્નર કચેરી
X

સુરતના ઉધના વિસ્તારમાં એક વિદ્યાર્થીની કેટલાક ઈસમો દ્વારા ચપ્પુ વડે

હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. જેને લઈને પરિવારમાં રોષ ફેલાતા મૃતદેહને

સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. જો કે

પોલીસ દ્વારા આરોપીઓને જલ્દી ઝડપી પાડવાનું આશ્વાસન આપતા અંતે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં રહેતા અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતાં રોહિત નામના યુવકની બહેન સાથેના પ્રેમની અદાવતમાં પ્રેમિકાના ભાઈએ મિત્રો સાથે મળી ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. રોહિત

ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા ગયો હતો ત્યારે આરોપીએ વોચ રાખી રોહિત બહાર આવતા એકાએક ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

દીધો હતો.

ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. સમગ્ર મામલે મૃતકના પરિવાજનોમાં રોષ ફેલાયો હતો અને મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કરી દીધો હતો. મૃતદેહને સિવિલ ખાતેથી કમિશનર કચેરી લઈ આવતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. જોકે પોલીસ દ્વારા આરોપીઓની જલ્દી ધરપકડ કરી લેવાનું આશ્વાસન આપતા પરિવાજનોએ મૃતદેહનો સ્વીકાર કરી રવાના થયા હતા.

Next Story