Connect Gujarat
ગુજરાત

સુરત:ઉધના વિસ્તારમાં સીટી ઇન્ડસ્ટ્રીયલમાં લાગી આગ

સુરત:ઉધના વિસ્તારમાં સીટી ઇન્ડસ્ટ્રીયલમાં લાગી આગ
X

સુરતના ઉધના વિસ્તારમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇન પાઇપ લીકેજ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી.એકાએક લાગેલ આગના પગલે દોડધામ મચી જવા પામી હતી.

પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સીટી ઇન્ડસ્ટ્રીયલમાં ખોદકામ ચાલીરહ્યું હતું. દરમિયાન અચાનક ગેસ પાઇપલાઇન લીકેજ થવાના પગલે આગ ભભૂકી ઉઠી હતી. એકાએક લાગેલ આગના પગલે કંપની તેમજ આસપાસના વિસ્તારમાં લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા.જો કે હાલ તો આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટરો ટેંન્ડરો સાથે ધસી આવી આગ ઉપર કાબુ મેળવવા પ્ર્રયત્નો હાથ ધર્યા છે.

Next Story