Connect Gujarat
ગુજરાત

સુરતનાં હીરા ઉદ્યોગમાં દિવાળી પછી તેજી આવે તેવી આશાએ બેઠા છે ઉદ્યોગકારો

સુરતનાં હીરા ઉદ્યોગમાં દિવાળી પછી તેજી આવે તેવી આશાએ બેઠા છે ઉદ્યોગકારો
X

વિવિધ પેઢીઓ પણ હવે ઉઠમણું કરી રહી છે ત્યારે મંદીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે હીરા ઉદ્યોગ

ગુજરાતના આર્થિક પાટનગર એવા સુરતના ઉદ્યોગોને છેલ્લા કેટલાય સમયથી મંદીનું ગ્રહણ નડી રહ્યું છે. સુરત શહેરના વિવિધ ઉદ્યોગોની હાલની પરિસ્થિતિ જોઈએ તો રત્નાકારો મંદીમાંથી પસાર થઇ રહયા છે. સુરતને વિશ્વ કક્ષાએ રોશન કરનાર ઉદ્યોગ હીરા થી હવે હીરાની ચમકને સરકારની આર્થિક નીતિઓનું ગ્રહણ લાગ્યું છે. અને હીરો પોતાની ચમક ગુમાવી રહ્યો છે.

સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ કર્મીઓની જુબાન પર આજ ફરિયાદ સાંભળવા મળે છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ આર્થિક મંદીમાં સપડાયો છે. હીરાના વેપારમાં ઉઠમણું અને મોડા પેમેન્ટ વેપારીઓને પરેશાન કરી રહ્યા છે. હીરા બજારમાં વારંવાર થઈ રહેલા ઉઠામણાને લીધે વિશ્વાસ પર ચાલતા આ વેપારમાં હવે વિશ્વાસ રહ્યો નથી. અને વેપારીઓ સામી દિવાળીએ ભયંકર મંદીનો સામનો કરવા લાચાર બન્યા છે. શહેરના વરાછા અને મહિધરપુરા હીરા બજાર માં કામ કરતા વેપારીઓ અને હીરા દલાલો પાસે હાલ કોઈ જ કામ નથી. દિવાળી વેકેશન બાદ પણ હીરા ઉધોગ ફરી ધમધમસે કે કેમ તેવી ચિંતામાં તેઓ દિવસ પસાર કરી રહ્યા છે.

હીરા દલાલો અને વેપારીઓ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ભયંકર મંદી સામે ઝઝૂમી રહ્યા છે. અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા ઉદ્યોગના આગેવનોને રજુઆત પણ કરી રહ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગના અગ્રણીઓ આવનારા દિવસો માં ફરીથી તેજી આવશે એવી આશા રાખી રહ્યા છે.

સુરત ડાયમંડ એશોસીએસનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતી એ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં ભવિષ્યમાં તેજીનો આશાવાદ રાખી રહ્યા છીએ. હીરા ઉદ્યોગની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. રફ હીરાની આવક પણ હીરા ઉદ્યોગ પર અસરકારક બની રહી છે.

સુરત ડાયમંડ એસોસિએશનના માજી પ્રમુખ દિનેશ નાવડીયા કહે છે કે, હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશનની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ઉદ્યોગકારો દિવાળી પછી તેજીની અપેક્ષા રાખી રહ્યા છે.

Next Story