સુરત : કિમ-માંડવી ધોરી માર્ગ પર પાણી ફરી વળતાં 200 જેટલા લોકોનું પોલીસ જવાનોએ રેસક્યું કર્યું

0
541

રાજ્યભરમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે સુરત જિલ્લામાં કિમ માંડવીના રાજ્ય ધોરી માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે કિમ માંડવીના રાજ્ય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. અમલસાડી વિસ્તારમાં નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના ખેતરમાં પકવેલ શેરડીના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. તેમજ આમલી ડેમમાંથી 1500 ક્યુસેક પાણીની આવક થતા ડેમ ઓવર ફ્લો થયો છે. ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા નજીકના ગોળસમબા, કરાવલી, બોરી, અમલસાડી તેમજ ફૂલવાડી ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે સ્થાનિકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. મુખ્ય માર્ગ ઉપર વરસાદના પાણી ફરી વળતા અહીંથી વાહનચાલકો જીવન જોખમે પસાર થઈ રહ્યા છે. નદી ઉપરથી પસાર થતા બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ જતા બ્રિજમાં ફસાયેલા 200 લોકોનું 40 જેટલા પોલીસ જવાનો દ્વારા રેસ્ક્યુ કરી સલામત રીતે બચાવ કામગીરી કરવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here