Connect Gujarat
Featured

સુરત : થાઇલેન્ડના 1.KG’થી ઓળખાતા જમરૂખની માંગરોળના ખેડૂતે કરી ખેતી, જુઓ કેટલું મેળવે છે ઉત્પાદન..!

સુરત : થાઇલેન્ડના 1.KG’થી ઓળખાતા જમરૂખની માંગરોળના ખેડૂતે કરી ખેતી, જુઓ કેટલું મેળવે છે ઉત્પાદન..!
X

સુરત જિલ્લામાં થાઈલેન્ડના જમરૂખની બોલબાલા ખૂબ વધી છે, ત્યારે માંગરોળ તાલુકાના એક ખેડૂતે થાઇલેન્ડના 1KGથી ઓળખાતા જમરૂખની સફળ ખેતી કરી છે. જેમાં ખેડૂતે સૌપ્રથમ જમરૂખની ખેતી વિષે જાણકારી માટે થાઈલેન્ડની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ પોતાના 22 વીંઘા ખેતરમાં થાઇલેન્ડના જમરૂખની ખેતી કરી મબલક પાકનું ઉત્પાદન શરૂ કર્યું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ “થાઈલેન્ડના જમરૂખ હવે ગુજરાતમાં...”

આમ તો, દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે ખેડૂતો શેરડી અને ડાંગરના પાકની ખેતી કરે છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો કંઈક અલગ પ્રકારે અનોખી ખેતી કરવા પાછળ વળ્યાં છે. જીહા, શેરડી અને ડાંગર જેવા પાકની ખેતી તો સૌ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગિજરમ ગામના ખેડૂતે કંઈક અલગ જ કરવાની નેમ સાથે પોતાના 22 વીંઘા ખેતરમાં થાઈલેન્ડના 1KGના નામે ઓળખાતા ઝમરૂખની ખેતી કરી છે. ખેડૂત રણજીતસિંહે પોતાના ખેતરમાં 7 હજાર જેટલા થાઈલેન્ડના ઝમરૂખના છોડ વાવ્યા છે, ત્યારે જમરૂખની ખેતીમાં સારી મહેનત બાદ રણજીતસિંહ મબલક પાક મેળવી રહ્યા છે.

આપણે જાણ હશે જ કે, સામાન્ય જમરૂખ કરતા થાઈલેન્ડના જમરૂખ વજન અને સાઈઝમાં ખૂબ મોટા હોય છે. આમ તો રેગ્યુલર જમરૂખનું વજન 50થી 100 ગ્રામ જેટલું હોય છે, ત્યારે થાઇલેન્ડના આ ઝમરૂખનું વજન 800થી 900 ગ્રામ જેટલું હોય છે. સામાન્ય ઝમરૂખનો ભાવ 20 રૂપિયા કિલો હોય છે, ત્યારે થાઈલેન્ડના ઝમરૂખનો ભાવ 80થી 100 રૂપિયા કિલો છે. આ જમરૂખનો પાક મેં માસથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે, જ્યારે સપ્ટેમ્બર બાદ વૃક્ષ પર ફળ આવવાનું શરૂ થાય છે. જેમાં મેં મહિના સુધી ઝમરૂખનું ઉત્પાદન લઈ શકાય છે. આ ખેતી પાછળ થતાં ખર્ચની વાત કરવામાં આવે તો, જમરૂખની ખેતીમાં એક છોડ પર 25થી 30 રૂપિયાનો ખર્ચ થાય છે. જોકે થાઇલેન્ડના આ ઝમરૂખની ખેતી ઓછા ખર્ચે વધુ નફો આપતી ખેતી છે. અત્યાર સુધીમાં ખેડૂત રણજીતસિંહે 50 ટન જેટલા ઝમરૂખના પાકનું ઉત્પાદન મેળવ્યું છે. તેમના મતે થાઇલેન્ડના જમરૂખની ખેતી સૌથી શ્રેષ્ઠ ખેતી સાબિત થઈ છે, ત્યારે તેઓ અન્ય ખેડૂતોને પણ આ ખેતી તરફ વળવા પ્રોત્સાહન આપી રહ્યા છે.

Next Story