Connect Gujarat
Featured

સુરત : નોટબંધી સમયે કલામંદિર જવેલર્સ દ્વારા સોનું વેચવાના નામે મની લોન્ડરીંગ થયું હોવાના કૌભાંડની ઊડી હવા..!

સુરત : નોટબંધી સમયે કલામંદિર જવેલર્સ દ્વારા સોનું વેચવાના નામે મની લોન્ડરીંગ થયું હોવાના કૌભાંડની ઊડી હવા..!
X

ગુજરાતમાં હજુ પણ નોટબંધી સમયે આચરવામાં આવેલી ગેરરીતી અને જૂની નોટો અવારનવાર મળી આવે છે. હાલમાં જ સુરતના કલામંદિર જવેલર્સની સામે નોટબંધી સમયે સોનું વેચવાના નામે મની લોન્ડરીંગનું કૌભાંડ થયું હોવાના આહેવાલ મળી રહ્યા છે.

સુરતમાં નોટબંધી સમયે કલામંદિર જ્વેલર્સમાં કૌભાડનો મામલો સામે આવ્યો છે. ભાજપ નેતા અને પૂર્વ ઇન્કમટેક્ષ અધિકારી પી.વી.એસ શર્માએ આ અંગે જણાવ્યું છે કે, આ કૌભાંડમાં NCP નેતાના દિકરાની સંડોવણી છે. પીવીએસ શર્માએ આ કૌભાંડને લઇને અધિકારીઓ અને નેતાઓનું નામ ઉજાગર કરવા અને સમગ્ર કૌભાંડ મામલે ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે. કૌભાંડીઓને ખુલ્લા પાડવામાં આવશે. શર્માએ કહ્યું કે ટેકનિકલ કારણોસર કૌભાંડ અત્યારે જાહેર કરાયું છે. ટ્વિટર પર કૌભાંડ સાથે જોડાયેલા લોકોના નામ જાહેર કરીશ. સમય આવ્યે તમામ લોકોના નામ ઉજાગર કરીશે. પુરવાને વેરિફાઇ કર્યા બાદ જનતા સમક્ષ મુકીશ. કલામંદિર જ્વેલર્સ દ્વારા રૂપિયા 110 કરોડનું સોનું ખરીદવામાં આવ્યું હતું. તો સાથે જ કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ ટવિટ કરી કલામંદિર જવેલર્સનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટવિટ દ્વારા ભાજપ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું.

જોકે કલા મંદિરના માલિક મિલન શાહે પી.વી.એસ. શર્માએ લગાવાયેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. મિલન શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી બહુચર્ચિત પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ અધૂરી માહિતી આપી અને વડાપ્રધાન સહિત મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે. આરઓસી પર અમારી તમામ માહિતી છે. હું કોઈ આંકડા સામે રજૂ કરી શકીશ નહીં. ગુપ્ત કાગળો ક્યાંથી મેળવ્યા ત્યાંથી જ ખરાબ કારસ્તાનનો દાખલો સામે આવ્યો છે. કલામંદિરમાં હમણાં સુધી કોઈ વિવાદ થયો નથી કે, કોઈ ઇન્કવાયરી પેન્ડિંગ નથી. છેલ્લા 5 વર્ષમાં 35 કરોડ ટેક્સ ભર્યો છે. કલામંદિરને મજબૂત બનાવવા અમારો પરિવાર કાળી મજૂરી કરતા આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા સાથે મળી પ્લાનિંગ કરી ગુપ્ત દસ્તાવેજોની ચોરી કરવામાં આવી રહી છે. સુરતમાં વેપારીઓને ડરાવવા માટેનું આ કારસ્તાન છે. જે વિવાદિત અધિકારીએ આંકડા આપ્યા છે તે ટેક્સ અગાઉ ભરાઈ ચુક્યા છે. નોટબંધીમાં ઘણી ડિપોઝીટ કરવામાં આવી તેવા આક્ષેપો સામે સરકારના નિયમોના આધીને અમોએ કોઈ ખોટું કર્યું નથી. નોટબંધીના સમયે જેટલું સોનુ વેચાણ થયું તેટલું જ સોનુ વેચાણ કર્યું હતું. ઉપરાંત માજી અધિકારી લોકોને ડરાવે છે. કોઈ પણ જાતના વ્યવસાય વિના કરોડોની જમીન માજી અધિકારી ધરાવે છે. જ્યારે આરોપનાં દાવામાં કેટલું તથ્ય છે તે તો તપાસ પછી જ બહાર આવશે તેમ લાગી રહ્યું છે.

Next Story