Connect Gujarat
ગુજરાત

કેવી રીતે ભણશે ગુજરાત.....? સુરત મનપા શિક્ષણ સમિતિના અધ્યક્ષની મનમાની સામે આવી

કેવી રીતે ભણશે ગુજરાત.....? સુરત મનપા શિક્ષણ સમિતિના અધ્યક્ષની મનમાની સામે આવી
X

મનપાનાં વિરોધપક્ષનાં નેતાના એક દીવસનાં ધરણા, બાળકો ફાટેલા ગણવેશ પહેરવા મજબૂર

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 339 આવેલી છે. હાલ અભ્યાસનુંબીજું સત્ર ચાલુ થયાને મહિના ઉપરનો સમય વીડિ ગયો છતાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને શાસનાધિકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગણવેશ આપી નથી શક્યા. જ્યારે વિરોધપક્ષના નેતા નટુ પટેલે સમિતિ અધ્યક્ષ અને શાસનાધિકારી પર મનસ્વી રીતે નિર્ણય લઇને કૌભાંડ આચરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ગત રોજ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

જયારે મનપા સંચાલિત શાળામાં આજે પણ શિક્ષકોની ઘટ છે. બીજી બાજુ શાળમાં પટાવાળા કે સફાઈ કર્મચારી ન હોવાના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના વર્ગ ખંડની સાફ સફાઈ કરવી પડે છે. એક તરફ ભણશે ગુજરાતની સરકાર વાત કરતી હોય છે. ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમય પર પુસ્તકો, શિક્ષકો કે ગણવેશ પણ મેળવી શકતા નથી. તો કેવી રીતે ભણશે ગુજરાત.....?

શિક્ષણ સમિતિના અધ્યક્ષ શિક્ષણની સુવિધાને લઇ નિષ્ફળ ગયા હોય તેમ નજરે પડી રહ્યું છે. બીજી બાજુ સમિતિમાં વિપક્ષની ભૂમિકા નિભાવતા નેતા એક દિવસ પૂરતો વિરોધ કરતા નજરે પડ્યા હતા. શાસક પક્ષ અને વિરોદ પક્ષની સામે આજે શિક્ષણસમિતિમાં અભ્યાસ કરતા બાળકોને ગણવેશ નહીં મળવાના કારણે ફાટેલા ગણવેશ પહેરવા મજબૂર બન્યા છે.

વિરોધપક્ષના નેતા નટુ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શાસકોની અણઆવડતના કારણે સમિતિનો વહીવટ ખાડે ગયો છે. શાસનાધિકારી દ્વારા પણ અધ્યક્ષ કહે તે મુજબનું જ કામ કરવામાં આવી રહ્યું છે. 45 દિવસથી ગણવેશ આવી ગયા હોવા છતાં ગોડાઉનમાં ધૂળ ખાઇ રહ્યા છે. બાળકોને ગણ‌વેશ આપવા માટે પણ શિક્ષણમંત્રીની રાહ જોવાઇ રહી છે. અધ્યક્ષે પોતાની વાહવાહી કરવા માટે 1 કરોડની શિષ્યવૃત્તિની રકમ પરત કરી છે. બીજું સત્ર ચાલે છે છતાં હજુ બાળકોને આઇ કાર્ડ મળી શક્યા નથી. ત્યારે ઇજારદારને બ્લેક લિસ્ટ કરવાને બદલે છાવરવામાં આવે છે. આ ઉપરાંત પસ્તી કૌભાંડ અને સ્વચ્છતા અભિયાનની વણ વપરાયેલી ગ્રાન્ટ પરત કરવાનો કારસો ચાલી રહ્યો છે.

ગણવેશને લઈ આજ રોજ શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના નેતા નટુ પટેલ અને શફી જરીવાળા જ્યાં ગણવેશ રાખેલ છે. ત્યાં વિઝીટ લેવાના જતા ગોડાઉન્ડની અંદર પ્રવેશ ન કરવા તેઓની રોકવામાં આવ્યા હતા. નટુભાઈએ જણાયું હતું કે, 45 દિનથી ગણવેશ ગોડાઉન્ડમાં પડી રહેલા છે. જયારે બીજું સત્ર ચાલુ છે. બાળકો ફાટેલા કપડાં પહેરીને આવી રહ્યા છે. જ્યારે 16 ડિસેમ્બરના રોજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે ગણવેશ વિતરણ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મંત્રી આવશે ત્યારે બાળકોને ગણવેશ મળશે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આગામી 16 ડિસેમ્બરના રોજ ઇન્દોર સ્ટેડિયમ ખાતે શિક્ષણ સમિતિ આયોજિત ગણવેશ વિતરણ સમારોહમાં આવનાર છે. સુરત કરદાતાઓના ખર્ચે બનેલ 15 કરોડના ગણવેશ 342 શાળાના 15-15 વાલી અને વિદ્યાર્થીઓને બોલાવી વિતરણ કરનાર છે. શાળાઓમાં બીજું સત્ર ચાલી રહ્યું છે. ગણવેશ તૈયાર છે તોય છતાં બાળકોને ગણવેશ નથી તો મંત્રી આવશે ત્યારે ગણવેશ મળશે. 16 ડિસેમ્બર સુધી બાળકોને ફાટેલા ગણવેશ પહેરવા પડશે.

Next Story