Connect Gujarat
ગુજરાત

સુરત રાજસ્થાનના ૩ યુવાનો ઉધના ખાડી પાસે ટ્રેન નીચે કપાઈ જતાં બે ના મોત,એક ગંભીર

સુરત રાજસ્થાનના ૩ યુવાનો ઉધના ખાડી પાસે ટ્રેન નીચે કપાઈ જતાં બે ના મોત,એક ગંભીર
X

સુરત ઉધના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેની આવેલ ઉધના કાંકરા ખાડી પર ટ્રેન નીચે ત્રણ રાજસ્થાનની યુવાનો આવી જતા કપાઇ જવાની ઘટના બની છે.

મૂળ રાજસ્થાનના વતની યુવાનો રાજસ્થાન વલસાડ ખાતે નોકરી માટે જોઈ રહ્યા હોય તેઓ રાજસ્થાન થી સુરત રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. રાજસ્થાનથી સુરત આવેલા પરિવારના ૬ સભ્યો ભૂલથી બીજી ટ્રેનમાં બેસી ગયા હતા. ત્યારબાદ ઉધના સ્ટેશન ઉતરી ટ્રેક પર ચાલતા ચાલતા સુરત સ્ટેશન તરફ જઈ રહ્યા હતા.ત્યારે ઉધના ખાડી બ્રિજ પર અચાનક કર્ણાવતી એક્સપ્રેસની ટ્રેન અડફેટે આવી જતા ત્રણનો અકસ્માત સર્જાયો હતો અન્ય ત્રણ એક બાજુ ઉભા રહી જતા તેવોનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં ત્રણ પેકી ૧૮ વર્ષીય કુલદીપ નામના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અન્ય બે ને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સારવાર દરમિયાન ૧૯ વર્ષીય પ્રવીણ ધીરસિંગ નામના યુવાનનું સિવિલમાં મોત નીપજ્યું છે.તો ૧૮ વર્ષીય પ્રવીણ નારાયણને ગંભીર ઇજા થતાં સારવાર ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય એ છે કે ૧૦ વર્ષ પહેલાં આજ પુલ પર ૧૬ લોકો ટ્રેન નીચે આવી જતા તેવોનું મોત નીપજ્યું હતું જે તે સમયે રેલવે દ્વારા રાહદારીઓ ને પસાર થવા માટે પુલ બનાવવાની વાત કરી હતી પણ આજ દિન સુધી પુલ ન બનતા આજે ફરી ત્રણ યુવાનો કપાઈ જતા બે ના મોત થયા છે.

Next Story
Share it