સુરત : ચંદ્રયાનની લોંચિંગ સેરેમનીને વધાવવા સુરતની મહિલાઓએ બનાવી રંગોળી

આજે લોન્ચ થઈ રહેલ ચંદ્રયાન-2ની રંગોળી સુરત શહેરમાં તૈયાર કરવામાં આવી છે. ભારત માટે અતિ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2ને ચંદ્ર ઉપર ઉતારવાની તૈયારી ઈસરોએ કરી લીધી છે. રિહર્સલ પણ થઈ ગયું છે, ત્યારે દેશ વિદેશના લોકોની નજર હવે હરિકોટા પર રહેશે. ત્યારે સુરત ખાતે સુરતી મહિલાએ ઈસરોને શુભેચ્છા પાઠવવા એક ખાસ રંગોળી બનાવી છે. જેને જોઇ લોકોને પહેલી નજરમાં ચંદ્રયાન-2ની ઝલક જોવા મળી રહી છે.
સુરતની રંગોલી આર્ટિસ્ટ અંજલી સાળુંકે અને તેમની ટીમે એક વિશાળ રંગોળી તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોને ખાસ શુભેચ્છા પાઠવવા માટે સુરતના રંગોલી આર્ટિસ્ટ્સ દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી છે.24 કલાકની મહેનત બાદ 24 જેટલા રંગોની મદદથી 15 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોળી રંગોળી તૈયાર કરી છે. ચંદ્રયાન-2ને લઇ દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના આર્ટિસ્ટેચંદ્રયાન-2ની રંગોળી બનાવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં માત્ર ગણતરીના કલાકો બાકી છે. આ રંગોળીને જોઈ લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને મોબાઈલમાં તસ્વીરો કેદ કરી રહ્યા છે. લોકો માટે આ ચંદ્રયાન-2ની રંગોળી ચર્ચાનો વિષય બની ગયું છે. રંગોળી જોવા માટે આવેલા લોકો ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT