Connect Gujarat
ગુજરાત

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા ૧૨૦૦૦ કરોડના ખર્ચે સુરત મેટ્રો ટ્રેનને આપવામાં આવી મંજૂરી

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા ૧૨૦૦૦ કરોડના ખર્ચે સુરત મેટ્રો ટ્રેનને આપવામાં આવી મંજૂરી
X

સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટને લઈ ગાંધીનગર અને દિલ્હીની ટીમ સ્થળ મુલાકાત કરવા સુરત પહોંચી છે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના કામને મંજૂરી મળી છે. ત્યારે ડ્રીમ સીટી ખાતે મેટ્રો રેલ પ્રોજેકટના અધિકારીઓ કામગીરી માટે સમીક્ષા કરવા પહોંચ્યા હતા.

રૂપિયા ૧૨૦૦૦ કરોડના ખર્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ હવે કામ આગળ વધારવા ગાંધીનગરમાં મળેલી બેઠકમાં પ્રથમ ફેઝમાં સરથાણા ડ્રીમ સિટીથી કાદરશાની નાળમાં કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર તરીકે મ્યુ.કમિશનરની નિમણૂંક પણ કરાઇ છે. હવેથી દર અઠવાડીએ મેટ્રો રેલની મીટીંગ સુરત ખાતે મળશે અને તેમાં દરેક ઈસ્યુની ચર્ચા કરાશે અને તાકીદે નવો સ્ટાફ નિમાશે. સુરતમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધી પહેલા ફેઝમાં કામકાજ શરૂ થશે. જેની કુલ લંબાઇ ૨૨ કિમી છે. તેમાં ૭ કિલોમીટર અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે.

Next Story