Connect Gujarat
Featured

સુરત : પાંડેસરાના આર્વિભાવ સોસાયટીમાં છે ડરનો માહોલ, જુઓ કોનો છે ભય

સુરત : પાંડેસરાના આર્વિભાવ સોસાયટીમાં છે ડરનો માહોલ, જુઓ કોનો છે ભય
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા કુતરાઓએ બે બાળકો અને એક મહિલાને બચકા ભરી લેતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આર્વિભાવ સહિત આસપાસની સોસાયટીમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહયાં છે.

શહેરના પાંડેસરા વિસ્તારમાં હડકાયાં શ્વાનનો ત્રાસ વધી ગયો હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી આર્વિભાવ સોસાયટી-2માં હડકાંયા શ્વાનએ 10 જેટલા લોકોને બચકાં ભરી લીધા હતાં. જેમાંથી બે બાળક સહિત ત્રણને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન રખડતા શ્વાનનો ત્રાસ રહે છે. દરમિયાન બાઈક સવાર તથા રાહદારી તથા અન્ય વાહન ચાલકોની પાછળ શ્વાનો દોડે છે.

હવે દિવસના પણ કેટલાક વિસ્તારોમાં શ્વાનનો ત્રાસ દિવસે- દિવસે વધી રહ્યું છે. ગત રોજ બપોરે પાંડેસરા વિસ્તારમાં આર્વિભાવ સોસાયટી પાસે રખડતા શ્વાને વારાફરતી 6 વર્ષીય અંકિત પાટીલ તથા 9 વર્ષીય આરવી અને 40 વર્ષીય આશાબેન બચકા ભર્યા હતાં. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મહાનગર પાલિકાતંત્ર રખડતાં શ્વાનોને ઝડપી પાડવા કાર્યવાહી કરે તેવી લોકો માંગણી કરી રહયાં છે.

Next Story