New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-70.jpg)
કેન્દ્ર સરકારના બજેટ સામે સુરતવાસીઓ મિશ્ર પ્રત્યાઘાતો આપી રહ્યા છે. સુરતની શાન અને આન સમાન હીરા અને કાપડ ઉદ્યોગ માટે બજેટમાં કોઈ પણ પ્રકારની રાહત નહીં જાહેર થતા ઉદ્યોગકારોની ચિંતા વધી છે. ગોલ્ડની આયાત પર ડ્યુટી ૧૦ ટકા થી ઘટાડીને ૪ ટાકા કરવાની માંગણી ઉદ્યોગકારો વર્ષોથી કરી રહ્યા હતા પરંતુ સરકારે આ માંગને અવગણીને ડ્યુટી ઘટાડવાનો બદલે ૨.૫ ટકા વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી છે. સુરતના સીએ અને વેપારીઓ કેન્દ્ર સરકારના બજેટ વિશે શું અભિપ્રાય આપી રહ્યા છે એ જાણીએ.