સુરતમાં ચોકીદારોનું નરેન્દ્રમોદી માટે અનોખું અભિયાન...!

New Update
સુરતમાં ચોકીદારોનું નરેન્દ્રમોદી માટે અનોખું અભિયાન...!

“ચોકીદાર ચોર હૈ” નો વીપક્ષ નારો લગાવી રહ્યા હતા. ત્યારે પી.એમ. મોદી દ્વારા મેં ભી ચોકીદાર કેમ્પેઈનીગ શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઈનને ભારે સફળતા પણ મળી હતી તો બીજી તરફ લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે સુરતમાં ચોકીદારો દ્વારા એક અનોખો પ્રચાર જોવા મળ્યો હતો. સુરત રેલ્વે સ્ટેશન પર આજે મોટી સંખ્યામાં ચોકીદારો એકઠા થયા હતા અને પી.એમ. મોદી વારાણસીથી ચુંટણી લડી રહ્યા છે. સુરતથી વારાણસી જઈ રહેલા લોકોને કમળનું ફૂલ આપી મોદીને વિજય બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ચોકીદારો હાજર રહ્યા હતા. ઉપસ્થિત ચોકીદારોએ જણાવ્યું હતું કે હું પણ એક ચોકીદાર છું અને મોદી પણ દેશના ચોકીદાર છે. ત્યારે અમને ગર્વ છે તેઓના માટે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓને ફરી એક વખત વિજયી બનાવે.