Connect Gujarat
Featured

સુરત : છેલ્લા 2 મહિનાથી ધન્વંતરી રથના ચાલકોને નહીં ચૂકવાયું ભાડું, જુઓ પછી રથચાલકોએ શું કર્યું..!

સુરત : છેલ્લા 2 મહિનાથી ધન્વંતરી રથના ચાલકોને નહીં ચૂકવાયું ભાડું, જુઓ પછી રથચાલકોએ શું કર્યું..!
X

સુરત શહેર તથા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણને નાથવા 250થી વધુ ધન્વંતરી રથ દ્વારા લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જોકે ધન્વંતરી રથના વાહનોનું ભાડું ન ચૂકવાતા ચાલકોને હડતાળ પર ઉતરવાની ફરજ પડી હતી.

સુરતમાં લગભગ 250થી વધુ ધન્વંતરી રથનાં પૈડાં થંભી જતાં ભારે હાલાકીના અણસાર દેખાય રહ્યા છે. કોરોના મહામારી બાદ અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાની તપાસ અર્થે શરૂ કરાયેલા ધન્વંતરી રથનું ભાડું ન ચૂકવાતાં વાહનમાલિકો હડતાળ પર ઊતરી ગયા હતા. જુલાઈ મહિનાથી ધન્વંતરી રથ તરીકે કોન્ટ્રાક્ટમાં કેટલાક વાહનચાલકો પોતાના વાહનો ધન્વંતરી રથ તરીકે ચલાવી રહ્યા છે.

સુરતના તમામ વિસ્તારોમાં રોજના 100-150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જોકે 250 જેટલા રથચાલકોને દર મહિને 17000 હજાર રૂપિયા આપવાની વાત કરાઈ હતી, ત્યારે છેલ્લા 2 મહિનાથી રથચલોકોને એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. ઉપરાંત ઉધારી પણ માથે ચઢી જતાં રથચલોકોને હડતાળ પર ઉતરવાની ફરજ પડી હતી. જોકે ધન્વંતરી રથના કોન્ટ્રાક્ટર દ્વારા રથચલોકોને વહેલી તકે ભાડું ચૂકવવા માટે ખાતરી અપાઈ હતી.

Next Story