Connect Gujarat
ગુજરાત

સુરત: પ્રવાસમાં શાળાના ટ્રસ્ટીના ગેરવર્તન મામલે વાલીઓનો હોબાળો

સુરત: પ્રવાસમાં શાળાના ટ્રસ્ટીના ગેરવર્તન મામલે વાલીઓનો હોબાળો
X

ત્રણ દિવસના પ્રવાસ બાદ વિદ્યાર્થીઓએ ઘરે આવી રજૂઆત કરતાં સ્કૂલે હોબાળો

ટ્રસ્ટી મંડળનું પ્રવાસ દરમિયાન આવી કોઈ ઘટના બન્યાનું જાણમાં ન હોવાનું રટણ

ચાર વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરાયાની પોલીસની સ્પષ્ટતા

સુરતના વરાછાના કારગીલ ચોક ખાતેની સાધના નિકેતન સ્કૂલના રાજસ્થાન પ્રવાસ દરમિયાન ટ્રસ્ટીના ગેરવર્તન મામલે આજે હોબાળો મચી ગયો છે.

જેસલમેરમાં ગિરીશ મકવાણા નામના ટ્રસ્ટીએ દારૂ પીને વિદ્યાર્થીઓની છેડતી કર્યાનું પ્રવાસેથી પરત ફરેલી છોકરીઓએ ઘરે જાણ કરતાં વાલીઓના ટોળાં સ્કૂલે ઉમટી પડ્યાં હતાં. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને પણ મારવામાં આવ્યાના આક્ષેપો થયા હતા. ગિરીશ મકવાણા સ્કૂલમાં ન આવતા વાલીઓએ હલ્લો કરતાં પોલીસ બોલાવવી પડી હતી. બીજીતરફ પોલીસે પણ સ્પષ્ટતા કરી છે કે પ્રવાસ દરમિયાન મારથી ઈજા પામેલી ચાર વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

Next Story