Connect Gujarat
Featured

સુરત : રાત્રિ કરફયુ હટતાની સાથે બજારોમાં જે થયું તે જોઇ તમે બોલી ઉઠશો, ઓ બાપ રે….

સુરત : રાત્રિ કરફયુ હટતાની સાથે બજારોમાં જે થયું તે જોઇ તમે બોલી ઉઠશો, ઓ બાપ રે….
X

અમદાવાદ બાદ સુરત અને રાજકોટમાં પણ કરફયુનો અમલ કરાવવામાં આવી રહયો છે. કરફયુ લાદવાનું કારણ છે કોરોના વાયરસનું સંક્રમણ રોકવું પણ સુરતમાં સવારે 6 વાગ્યે કરફયુ હટયાં બાદ બજારોમાં જે દ્રશ્યો જોવા મળ્યાં તે જોતા તો એમ જ લાગે છે કે લોકો હજી પણ બેદરકારી સેવી રહયાં છે.

દિવાળીના તહેવારોમાં લોકો પોતાના ઘરોની બહાર નીકળી પડતાં કોરોના વાયરસે ફરીથી ઉથલો માર્યો છે. ખાસ કરીને અમદાવાદમાં એક જ દિવસમાં 1,500થી વધારે કેસ આવતાં સરકાર સફાળી જાગી છે. અમદાવાદમાં તો સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફયુ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજયના અન્ય બે મહાનગરો રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફયુ અમલમાં મુકવામાં આવ્યો છે. રવિવારે સવારે 6 વાગ્યે કરફયુ હટતાની સાથે સુરતીઓ બજારોમાં ઉમટી પડયાં હતાં. ખાસ કરીને શાકભાજી અને જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા લોકોએ ધસારો કર્યો હતો. બજારનો માહોલ જોતાં એમ લાગતું હતું કે જાણે દિવસે કોરોના આરામ કરતો હોય અને માત્ર રાત્રે લોકોને સકંજામાં લેતો હોય.. કોરોના વાયરસને એક વર્ષ ઉપરાંતનો સમય થઇ ગયો હોવા છતાં હજી સુધી રસી શોધાય નથી ત્યારે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડીસટન્સ જાળવવું એ એક માત્ર ઉપાય છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવું આપણા સૌની ફરજ છે તેથી બજારોમાં ભીડ ન કરીએ તે પણ આપણી જવાબદારી બને છે. રવિવારના રોજ માસ્ક વગર જ લોકો ખરીદી માટે નીકળી પડતાં ચિંતામાં વધારો થયો છે. આવા માહોલમાં શાક માર્કેટની ભીડ આપે છે કોરોનાને આમંત્રણ આપતી હોય તેમ લાગી રહયું છે.

Next Story