Connect Gujarat
ગુજરાત

સુરતની એક દીકરીએ ડાઈવિંગમાં મેળવ્યા ૪ ગોલ્ડ, ૮ સીલવર અને ૮ બ્રોન્ઝ મેડલ

સુરતની એક દીકરીએ ડાઈવિંગમાં મેળવ્યા ૪ ગોલ્ડ, ૮ સીલવર અને ૮ બ્રોન્ઝ મેડલ
X

કોઈ માણસને સફળતા હાસલ કરવી હોય તો તે ગમે તેવી કપરી પરિસ્થતિમાં પણ સફળતા મેળવી શકે છે તેને કોઈ બહાના નડતા નથી અને આવું જ કાંઇક કરી બતાવ્યું છે સુરતની એક દીકરીએ ડાઈવિંગમાં ૪ ગોલ્ડ, ૮ સીલવર અને ૮ બ્રોન્ઝ મેડલ જીતી પોતાના નામનો ડંકો વગાડ્યો છે.

આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ એક કદમ આગળ છે દરેક ક્ષેત્રમાં દીકરીઓ પોતાના નામનો ડંકો વગાડી રહી છે અને આજે અમે તમને આવી જ એક દીકરી સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે જેણે માત્ર ૧૭ વર્ષની ઉમરમાં જ અનેક મેડલો મેળવી લીધા છે.

સુરતમાં રહેતી આશના ચેવલીએ ડાઈવિંગમાં ગોલ્ડ, ૮ સીલવર અને ૮ બ્રોન્ઝ મેડલ જીતી પોતાના નામનો ડંકો વગાડ્યો છે આશનાએ ગુજરાતમાં સુવિધા ના હોવાના કારણે સોલાપુરમાં બે વર્ષ સુધી કોચિંગ કર્યુ હતુ. ત્યાર બાદ બે વર્ષ પુણેના આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લીધી હતી. છેલ્લાં ૫ મહિનાથી મુંબઈમાં કોચિંગ લઈ રહી છે. તેણે જણાવ્યું હતું કે દિવસમાં અલગ અલગ સમય પર ત્રણ વખત પ્રેક્ટિસ કરું છું. કુલ 6 કલાક પ્રેક્ટિસ કરું છું.

સુરતમાં ડાઈવિંગ માટે પ્રેક્ટિસ કરવા માટે બોર્ડ અને ડાઈવિંગપુલ છે પરંતુ સ્પ્રિંગ બોર્ડ નથી. એટલા માટે સુરતમાં પ્રેક્ટિસ થઈ શકતી નથી. સુરત અને ગુજરાતમાં ખાસ કરીને છોકરીઓ ડાઈવિંગ માટે આગળ આવતી નથી. પહેલા બે વર્ષ સોલાપુર જઈને પ્રેકટિસ કરી હતી. શરૂઆતમાં જ્યારે ડાઈવિંગની સ્પર્ધા હોય તેના બેથી ત્રણ મહિના આગળ સોલાપુર પ્રેક્ટિસ કરવા જતી હતી. સોલાપુર જઈ પહેલી જ નેશનલમાં મેડલ મેળવ્યું. ત્યારે વિચારી લીધુ કે ડાઈવિંગમાં જ સારી પ્રેક્ટિસ કરી આગળ વધીશ.

ડાઈવિંગમાં મને જીમ્નાસ્ટિકનો ટચ મળી ગયો હતો. શહેરની બહાર રહીને પ્રેક્ટિસ કરતી હતી તેથી નાણાકીય તકલીફો ઘણી આવતી હતી. તેમજ બીજા શહેરમાં રહીને કોચીંગ કરતી હતી તેથી રાજયના રાજકારણને કારણે પણ મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ પૂણેમાં આર્મીની સ્પોર્ટસ ઈન્સ્ટિટ્યુટ છે, ત્યાં મુશ્કેલીઓ પછી એડમિશન મળ્યું હતું. આર્મીમાં પરવાનગી લેવા માટે દિલ્હી જવું પડ્યુ હતુ.

પોતાની દીકરી જયારે સફળતાના શિખરો સર કરે ત્યારે ક્યાં માતા પિતાને ગર્વના ના થાય.. આવો જ ગર્વ આશનાના માતા પિતાને પણ છે અને પોતાની દીકરીની સફળતાથી તેઓ પણ ખુશ છે અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અસફળ લોકો હમેશા બહાના બનાવતા હોય છે કે તેઓ પાસે સમય ના હતો, સુવિધા ન હતી. આવા તમામ લોકો માટે આશના એક મિશાલ છે કે જેણે તનતોડ મહેનત કરી સફળતાને પોતાના કદમોમાં લાવી દીધી છે અને બતાવી દીધું છે કે આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ બે કદમ આગળ છે.

Next Story