New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/WhatsApp-Image-2018-09-17-at-4.08.12-PM.jpeg)
સુરત ખાતે સુમુલ ડેરી Take Home Ration (THR) પ્લાન્ટનું મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણવ્યું કે, રાજય સરકારે ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થાય તે માટે હકારાત્મક અભિગમ સાથે પ્રાધાન્ય આપ્યું છે. જેના કારણે લાખો પશુપાલકો-ખેડૂતોએ દૂધના આવક વધારી છે. ગુજરાતમાં દુધ-ધીની ગંગા વહે એ સપનાને સાકાર કરવા સહકારી ક્ષેત્રને પ્રબળ બનાવવા રાજય સરકારના પ્રયત્નો રહયા છે. પશુપાલકોને વધુ આવક મળે તે માટે દૂધનું પ્રોસેસીંગ કરીને વિવિધ બનાવટો સહકારી ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવે છે. તંદુરસ્ત અને સ્વસ્થ ગુજરાતના નિમાર્ણ સાથે ભાવી પેઢી દુનિયાના પડકારો ઝીલીને સક્ષમ બને તેવા ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ છે.