Connect Gujarat
Featured

સુરત : ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી કીમ નદી નજીક ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સુરત : ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી કીમ નદી નજીક ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
X

આજે મંગળવારના રોજ ગણપતિ વિસર્જનને લઈ સુરત જિલ્લામાં નદી નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે માંગરોળના બોરસરા પાસેથી પસાર થતી કીમ નદી નજીક પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

આ વર્ષે નદીમાં ગણેશ વિસર્જન કરવાની મનાઈ હોવા છતાં, ઘણા લોકો ગણેશજી પ્રતિમા લઈ વિસર્જન કરવા આવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા નદી નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડી દેવામાં આવ્યો હતો, ત્યારે કીમ નજીક નદી ખાતે શ્રીજી વિસર્જન કરવા જતાં ભક્તોને રોકી અને સમજાવી પરત પાછા ફરવા માટે પોલીસ દ્વારા જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષ ભારે હર્ષોલ્લાસ સાથે ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરાના મહામારી અને કીમ નદીમાં વહી રહેલા પાણીના કારણે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદીમાં શ્રીજી પ્રતિમાનું વિસર્જન નહીં કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી.

Next Story