ટ્રીપલ તલાક કાયદો બન્યા બાદ પ્રથમ કેસ સુરતમાં નોંધાયો

સુરત મોદી સરકર ટ્રિપલ તલાક નું બિલ પાસ લરી ટ્રિપલ તલાક હટાવી દીધો હતો. પણ ટ્રિપલ તલાકનો નવો કાયદો બન્યા બાદ પ્રથમ કિસ્સો સુરત માં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલા ને તેમના પતિએ ત્રણ વાર ફોન પર તલાક તલાક કહી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ તો પોલીસ પતિ વિરુદ્ધ કાયદા મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રિપલ તલાક ને લઈને મુસ્લિમ મહિલા પીડાઇ રહી હતી. અવાર નવાર મહિલાઓને પોતાના પતિ તલાક તલાક કહીને તલાક કરવાના કિસ્સાઓ દેશમાં વધતા હતા. ત્યારે મોદી સરકાર ટ્રિપલ તલાકનો ખરડો પાસ કરતા મુસ્લિમ મહિલાઓમાં ખુશી જોવા મળી હતી. પરંતુ મોદી સરકાર ટ્રિપલ તલાક નો નવો કાયદા બાદ સૌ પ્રથમ વખત સુરતમાં ટ્રીપલ તલાક પ્રથમ કેસ સામે આવ્યો છે.જેમાં રાંદેર માં રહેતી એક મહિલાને પોતાના પતિ મોહંમદ ઉર્ફે વસીમ અશરખ ખાન પઠાણે ફોન પર ત્રણ વખત તલાક તલાક તલાક કહી દીધું હતું. આ બનાવ ને પગલે ગુરૂવારની સાંજે આ મહિલા રાંદેર પોલીસ મથકે ફરિયાદ કરવા ગઈ હતી. ત્યારે પોલીસે ફરિયાદ લીધી ન હતી. જોકે વાત ની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા અધિકારીઓ પણ દોડતા થયા હતા. બાદમાં બીજા દિવસે પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવીને ટ્રિપલ તલકના નવા કાયદા હેઠળ ફરિયાદ લઈને પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.