Connect Gujarat
Featured

સુરત : મનપાએ અપનાવી અનોખી પધ્ધતિ, વર્ષે થઇ રહી છે 60 લાખ રૂપિયાની બચત, જુઓ કેવી રીતે

સુરત : મનપાએ અપનાવી અનોખી પધ્ધતિ, વર્ષે થઇ રહી છે 60 લાખ રૂપિયાની બચત, જુઓ કેવી રીતે
X

કાગળનો ઉપયોગ ઘટાડી પર્યાવરણની જાળવણીમાં સુરત મહાનગરપાલિકા પોતાનું યોગદાન આપી રહી છે. સુરત મહા નગરપાલિકાનું સેક્રેટરી વિભાગ સંપુર્ણ રીતે પેપર લેસ બની ચુકયું છે…..

સરકારી કચેરીનું નામ પડતા જ ઓફિસની અંદર જૂની નવી ફાઈલોના થપ્પા, કાગળોના ઢગલાં અને આ બધાની વચ્ચે સરકારી કર્મચારી કામ કરતો હોય તેવું જ ચિત્ર નજર સામે આવે છે. પરંતુ સુરત મહાનગર પાલિકાનું સેક્રેટરી ડિપાર્ટમેન્ટ આ બધાથી વિશેષ છે. આ સરકારી કચેરી છે પણ ફાઈલ કે કાગળના એક પણ ઢગ નથી. કારણ કે આ ડિપાર્ટમેન્ટ ડિજિટલી માધ્યમથી સંપૂર્ણ પેપરલેસ પદ્ધતિ પર કાર્ય કરી રહ્યું છે. જેને લઇ સુરત મનપાનો વર્ષે અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ ઘટી ગયો છે. માત્ર રૂપિયાનો જ ખર્ચ નહીં પરંતુ સમય અને પર્યાવરણનો પણ મહત્તમ બચાવ કર્યો છે.જી સેક્રેટરી વિભાગ કાગળના બદલે કોર્પોરેટરો કે અધિકારીઓને સમિતિના એજન્ડા ઓનલાઈન જ આપતી થઈ છે. આવી રીતે સુરત મનપાએ પોતાની તિજોરીના 60 લાખ રૂપિયા બચાવી આપ્યા છે.

આ ઉપરાંત પાલિકાના સેક્રેટરી વિભાગ દ્વારા એક ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં કોર્પોરેટરો અને સમિતિના સભ્યો જે તે બેઠક અથવા સામાન્ય સભાના એજન્ડા જોઈ શકે છે. મોબાઈલ એપ્લિકેશન ઉપરાંત દરેક સભ્યને અલગ અલગ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં પણ એડ કરવામાં આવ્યા છે. જેમાં પણ એજન્ડા મોકલવામાં આવે છે. અત્યાર સુધી એજન્ડા કાઢવા માટે અસંખ્ય કાગળો વપરાતા હતા. આ ઉપરાંત ઝેરોક્ષ મશીન, ઇન્ક, કર્મચારીઓને એજન્ડા પહોંચાડવા માટે આપવામાં આવતું આઉટડોર એલાઉન્સ વગેરે બંધ થતાં કોર્પોરેશનને આર્થિક બચત પણ થઈ છે. સમગ્ર ગુજરાતમાં તમામ મનપામાંથી એક માત્ર સુરતની મનપાએ પેપરલેસ પધ્ધતિ અપનાવી મુડીની બચત કરી રહી છે..

Next Story