સુરત : વાલકની સ્વામિનારાયણ મિશન શાળા દ્વારા વાલીઓને ફી અંગે હેરાનગતિ, જુઓ પછી શું થયું !

0
57

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાલક ખાતે આવેલી સ્વામિનારાયણ મિશન શાળા ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેમાં શાળા સંચાલકો દ્વારા વારંવાર ફી અંગે હેરાનગતિ કરાતી હોવાનો વાલીઓએ આક્ષેપ કાર્યો હતો.

આપ જોઈ રહ્યા છો, વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ હોબાળો કરતા દ્રશ્યો, આ દ્રશ્યો છે કામરેજ તાલુકાના વાલક ગામ નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર સ્થિત સ્વામિનારાયણ મિશન શાળાના. શાળા સંચાલકો દ્વારા વારંવાર ફી અંગેની હેરાનગતિને લઇ વાલીઓ શાળા ખાતે એકઠા થઇ વિરોધ કર્યો હતો. જોકે વાલીઓએ આક્ષેપ કર્યો હાથો કે, શાળાના સંચાલક સ્વામીએ વાલીઓને આજે શાળા પર ફીના મુદ્દાને લઇ ચર્ચા કરવા બોલાવ્યા હતા. જોકે મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર આવી જતા શાળાના સંચાલક સ્વામી બીમારીનું બહાનું કાઢી ત્યાથી નીકળી ગયા હતા.

કોરોનાના કપરા કાળમાં વાલીઓની આર્થિક પરિસ્થિતિ વિકટ બની છે, ત્યારે શાળા દ્વારા ફીને લઇ દબાણ કરવામાં આવતા વાલીઓ રોષે ભરાઈ શાળા ખાતે ધસી આવ્યા હતા. જોકે જ્યારથી શાળા શરૂ થાય ત્યારથી જ શાળા દ્વારા ફી લેવામાં આવે તેવી માંગ સાથે વાલીઓએ ઓનલાઈન શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો હતો.

સમગ્ર મામલે શાળા સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે એક તબ્બકે તમામ વાલીઓ શાળાના પટાંગણમાં બેસી ગયા હતા અને સંચાલક સ્વામી નહી આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. પરંતુ શાળાના સંચાલક સ્વામી સાથે ટેલીફોનીક વાતચીત થયા બાદ વાલીઓ શાળાએથી રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here